મોટી દુર્ઘટના ટળી:રાત્રે BOBની નવાપુરા શાખામાં આગ લાગતાં ઉપકરણો ખાખ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટનું અનુમાન, બેંકના દસ્તાવેજો સહી સલામત

શહેરના આર વી દેસાઈ રોડ પર નવાપુરા પોલીસ ચોકીની સામે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાંચમાં શનિવારે રાત્રે અચાનક આગ લાગતાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં દોડી ગયેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને પગલે ઇલેક્ટ્રોનિક ઉપકરણો નુકસાન પહોંચ્યું છે જ્યારે બેંકના દસ્તાવેજો સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડના ઓફિસર હર્ષ પુવારે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટને પગલે આગ લાગ્યાનું જણાય છે મિક્સ ઓક્યુપન્સી ધરાવતા કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોમર્શિયલ રેસિડેન્શિયલ વિસ્તાર આવેલો છે રાત્રે નવ વાગ્યાના અરસામાં બેંકમાં આગ લાગતા જ ઘટના સ્થળે પહોંચતા ધુમાડાના ગોટેગોટા જણાયા હતા. આગ પર તુરંત કાબુ મેળવવામાં આવ્યો હતો પરંતુ બેન્કમાં આગ લાગી હોવાને કારણે ફાયર બ્રિગેડના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે હાજર રખાયા હતા.

ગેસ લાઇન બચી જતાં મોટી દુર્ઘટના ટળી
રહેણાક વિસ્તારમાં આવેલી બેંકની શાખામાં આગ લાગતાં નજીકમાં આવેલી ગેસ લાઇન ઝપટમાં આવી હોત તો મોટી હોનારતની શક્યતાઓ જોવાઈ હતી આગને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર તુરંત કાબૂ મેળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...