ન્યૂક્લિયર વિસ્ફોટ જેવું મશરુમ ક્લાઉડ!:વડોદરા નંદેસરીની દિપક નાઇટ્રેટમાં લાગેલી આગ આખરે કાબૂમાં

વડોદરા25 દિવસ પહેલા
  • GPCBએ કહ્યું- અનઓર્ગેનિક કેમિકલમાં ઓક્સિડેશનથી આગ પકડાઈ
  • આગ 90 ટકા જેટલી કાબૂમાં આવી ગઇ છેઃ ચીફ ફાયર ઓફિસર
  • ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બનાવની તપાસ કરીને રિપોર્ટ આપશેઃ કલેક્ટર
  • 700 લોકોને સલામત સ્થળે ખસેડાયા

વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે સાંજે લાગેલી આગ અંતે કાબૂમાં આવી ગઈ છે. હાલ પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી હાથ ધરાઈ છે. ગુરુવારે સાંજે જોરદાર બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા. આગની ઘટનામાં 8 ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 3ને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.દામાપુરા અને રઢીયાપુરા ગામના 700 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે. આગ એટલી ભયાનક હતી કે બચાવ માટે NDRFની ટીમની પણ મદદ લેવાઈ હતી. વડોદરા ફાયર બ્રિગેડના સૈનિક દીપક પરમારને કેમિકલ બર્નથી 2 પગમાં ઇજા થઇ.

GPCBએ આગના કારણો ચકાસ્યા
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના પ્રાદેશિક અધિકારી આર.બી ત્રિવેદીએ દિપક નાઇટ્રેટ કંપનીમાં લાગેલી આગના સ્થળે મુલાકાત લઈને આગ લાગવાનું કારણ ચકાસ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેમિકલ ગોડાઉનમાં રીએક્શન ઇનકમ્ફર્ટિબિલિટીને કારણે આ આગ પકડાઈ હતી. પછીથી લેબોરેટરી અને બોઇલર સુધી આગ પહોંચી હતી.

કંપની પાસે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ છે. ઇન ઓર્ગેનિક કેમિકલમાં ઓક્સિડેશન થાય તો એમાંથી આગ પકડે છે. જે નાઇટ્રેટ કન્ટેન્ટવાળા હોય છે. સાથે સાથે ઓર્ગેનિક કેમિકલ જે ઈન્ફલેમેબલ હોય છે. જે પણ ફેલાવાનું કારણ હોઈ શકે છે. કંપનીમાં લાગેલી આગ થઈ હવા પ્રદુષણ તેમજ પાણી પ્રદુષણ ફેલાયું છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી છે. હાલ કોઈ ગંભીર સ્થિતિ જણાઈ આવી નથી. પરંતુ આગ કાબૂમાં આવ્યા બાદ તેના સેમ્પલ લીધા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બનાવની તપાસ કરશેઃ કલેક્ટર
જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, કંપનીના આસપાસના ગામના 700 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ફુડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું છે કંપનીના 5 વ્યક્તિઓને ગેસની અસર થઇ હતી તે સલામત છે તેવી પ્રાથમિક માહિતી છે અને આગના બનાવમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બનાવની તપાસ કરીને રિપોર્ટ આપશે. રાત્રે 12 વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી જશે.

વડોદરા જિલ્લા કલેર્ટર અતુલ ગોર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
વડોદરા જિલ્લા કલેર્ટર અતુલ ગોર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

બ્રિગેડ કોલ જાહેર કરાયો
ફાયરબ્રિગેડ દ્વારા દિપક નાઇટ્રેટમાં લાગેલી આગની ઘટનાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. હજુ સુધી આગ કાબૂમાં આવી નથી અને ધડાકા સાથે આગની જ્વાળાઓ નીકળી રહી છે. કંપની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રાખવામાં આવ્યા છે અને ડોક્ટરો સહિત 25 લોકોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયા અને વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ ઘટના સ્થળે દોડી ગયા છે.

તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફ કામે લગાવવામાં આવ્યો
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 90 ટકા જેટલી આગ કાબૂમાં આવી છે. વડોદરાના તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફને કામે લગાવવામાં આવ્યો છે. તમામ ફાયર ઓફિસરો કામે લાગેલા છે. ફાયર બ્રિગેડની 8 ટેન્કર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગ દ્વારા 9 ફાયર એન્જીન, 1 સ્નોર અકેલ (બ્રન્ટો), 2 બૂમ વોટર બ્રાઉઝર, 1 સી.એફ.ઓ, 2 સ્ટેશન ઓફિસર, 45 ફાયર મેન અને સાથોસાથ સ્ટ્રીટ લાઈટ વિભાગના કર્મચારીઓઓ પણ કામગીરી જોડાયા હતા.

ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે

શ્રીજી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોના નામ

  • તુષાર પંચાલ
  • પ્રશાંત ઠાકોર
  • હર્ષદ પટેલ
  • રોનક ખત્રા
  • પરાક્રમસિંહ ડોડિયા
  • અરવિંદ બારીયા
  • અનંથરમ ઐયર
બ્લાસ્ટ થતાં લોકો રોડ પર દોડવા લાગ્યા હતા
બ્લાસ્ટ થતાં લોકો રોડ પર દોડવા લાગ્યા હતા

અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ
દિપક નાઈટ્રેટ કંપની દ્વારા જાહેર કરાયેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારા તમામ કર્મચારીઓની અને આસપાસના લોકોની સલામતી અને સુખાકારી અમારા માટે સૌથી અગ્રતા છે. અમારી તમામ ઉત્પાદન સુવિધાઓ શ્રેષ્ઠ-વર્ગની સિસ્ટમો અને સાધનોથી સજ્જ છે, જે પર્યાવરણને ટકાઉ ઉત્પાદન સુનિશ્ચિત કરે છે. અમારી ટીમો પહેલેથી જ સ્થળ પર છે અને જરૂરી તમામ પ્રકારના સપોર્ટની સુવિધા આપી રહી છે. અમારી કોમ્યુનિકેશન ચેનલો 24x7 ખુલ્લી છે અને અમે અપડેટ્સ આપવાનું ચાલુ રાખીશું અને તમામ સંબંધિત બાહ્ય હિસ્સેદારો સાથે નજીકથી ભાગીદારી કરીશું.

આગની ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
આગની ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

ધડાકા 10થી 15 કિમીના વિસ્તારમાં સંભળાયા
વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં કામગીરી દરમિયાન પ્લાન્ટનું બોઇલર બ્લાસ્ટ થતાં એક પછી એક એવા 8 જેટલા ધડાકા થયા હતા અને આ ધડાકાના અવાજ આજુબાજુના 10થી 15 કિમીના વિસ્તારમાં સાંભળવા મળતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

વડોદરાના નંદેસરીમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે
વડોદરાના નંદેસરીમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે
આગની ઘટનામાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા
આગની ઘટનામાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા
સયાજી હોસ્પિટલમાં સ્ટ્રેચર તૈયાર રાખવામાં આવ્યા છે
સયાજી હોસ્પિટલમાં સ્ટ્રેચર તૈયાર રાખવામાં આવ્યા છે

15થી 20 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા
ભારે ધડાકા સાથે લાગેલી ભીષણ આગના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આ બનાવની જાણ પ્રાથમિક રીતે ફ્રી ફાયર બ્રિગેડને થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ, આ ભીષણ આગ એમ વધુ રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં આગ કાબુમાં આવે તેવી શક્યતા નહીં લાગતા વડોદરા ફાયરબ્રિગેડ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઇટરોની મદદ લીધી છે અને એક સાથે 15થી 20 જેટલા ફાયર ફાઈટરો આગ બુઝાવવાના કામે લગાડવામાં આવ્યા હતા. જોકે, આગ કાબૂમાં આવી નથી.

આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે.
આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ પહોંચ્યું છે
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ પહોંચ્યું છે
અન્ય સમાચારો પણ છે...