અકસ્માત બાદ આગ:વડોદરાના સાવલી તાલુકાના રાસાવાડીમાં બે બાઈકના અકસ્માત બાદ આગ ફાટી નીકળી, એકનું મોત અને 4 ગંભીર રીતે દાઝી ગયા

વડોદરાએક મહિનો પહેલા
અકસ્માત બાદ બંને બાઈકમાં ભીષણ આગ લાગી
  • અકસ્માત બાદ આગ ફાટી નીકળતા 4 યુવકો ગંભીર રીતે દાઝી ગયા
  • દાઝી ગયેલા યુવકોને સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા
  • અકસ્માતના સ્થળે દોડી ગયેલા લોકોએ વીડિયો ઉતારી વાઈરલ કર્યા

રવિવારે રાતના સમયે સાવલી તાલુકાના રાસાવાડી ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને બાઈકમાં આગ ફાટી નીકળી હતી. જેમાં બંને બાઈક પર સવાર 4 જેટલા યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે એક વ્યક્તિનું દાઝી જતાં કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

દાઝેલા યુવકોને હોસ્પિટલ ખસેડાયા
મળતી વિગતો અનુસાર સાવલીના રાસવાડી ગામે રવિવારે રાતના સમયે બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. બાદમાં બંને બાઈકમાં આગ લાગી હતી. જેમાં બાઈકસવાર યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝેલા 4 યુવકોને સાવલીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

આગની ચપેટમાં બાઈકસવાર યુવકો આવ્યા
આગની ચપેટમાં બાઈકસવાર યુવકો આવ્યા

લોકો વીડિયો ઉતારવામાં મશગૂલ રહ્યા
અકસ્માતની ઘટના બાદ બંને બાઈક પર સવાર યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને જેમતેમ કરીને રોડની કિનારીએ પહોંચ્યા હતા. ત્યારે ત્યાં દોડી ગયેલા લોકો મોબાઈલથી વીડિયો ઉતારવામાં મશગૂલ રહ્યા હતા. મદદની પોકારના કરતા અને કળશતા યુવકોને ગંભીર હાલતમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા.

અકસ્માત અને આગની ઘટનાના લોકોએ વીડિયો ઉતાર્યા
અકસ્માત અને આગની ઘટનાના લોકોએ વીડિયો ઉતાર્યા