તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોનામાં 1500થી વધુ મૃતદેહોને સ્મશાનમાં પહોંચાડનાર ફાયરબ્રિગેડના કર્મી સંક્રમિત ,ક્લીનરનું મોત, 2 પોઝિટિવ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષથી ફાયરબ્રિગેડની એમ્બ્યુલન્સમાં મૃતદેહોને અંતિમવિધિ માટે લઈ જતા હતા

શહેરમાં છેલ્લા એક વર્ષથી કોરોના સંક્રમિતના 1500થી વધુ મૃતદેહોને ફાયરબ્રિગેડની એમ્બ્યુલન્સમાં સ્મશાને લઈ જતા ફાયરબ્રિગેડના ક્લીનર આખરે કોરોનાથી સંક્રમિત થયા હતા. એક અઠવાડિયાની સારવાર બાદ સમરસ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. તેઓની સાથે ફરજ બજાવતા બીજા બે ક્લીનર પણ કોરોના સંક્રમિત થતા તેઓને હોમ કવોરાન્ટાઈન કરવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં એક વર્ષથી કોરોના વાઇરસે ભારે કહેર મચાવ્યો છે. જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સરકારી હોસ્પિટલમાં કોરોના સંક્રમણના કારણે મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહને ફાયરબ્રિગેડ દ્વારા શહેરના વિવિધ સ્મશાનોમાં પહોંચાડવામાં આવતા હતા. જોકે આ કામગીરી કરતા ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ પોઝિટિવ થયા છે. જેમાં એક કર્મચારી મોતને ભેટ્યા છે.

શહેરના રાજમહેલ કમ્પાઉન્ડમાં વિશ્રામબાગ પાસે રહેતા 54 વર્ષના ડાયાભાઈ સોલંકી વડોદરા ફાયરબ્રિગેડમાં દાંડિયાબજાર ફાયર સ્ટેશન પર ક્લીનર તરીકે નોકરી કરતા હતા. કોરોનાકાળમાં તેઓ ફાયરબ્રિગેડની એમ્બ્યુલન્સમાં કોવિડના મૃતદેહ લઈને સ્મશાન પહોંચાડતાં હતા. એક અઠવાડિયા પહેલાં તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ શુક્રવારના રોજ સાંજે સમરસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં આજે સવારે તેઓનું મોત નીપજ્યું હતું.

આ બનાવ બાદ તેઓની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દાંડિયાબજાર ફાયરબ્રિગેડના 2 ક્લીનર રમણભાઈ નાયક અને જેન્તીભાઈ વણકર પણ કોરોના સંક્રમિત થતાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...