તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત ચોથા દિવસે કાર્યવાહી:વડોદરા ફાયરબ્રિગેડે આજે NOC વિનાની વધુ 3 હોસ્પિટલોને સીલ કરી, અત્યાર સુધીમાં કુલ 22 હોસ્પિટલ સીલ કરાઇ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં આજે વધુ 3 હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું હતું - Divya Bhaskar
વડોદરામાં આજે વધુ 3 હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું હતું
  • વડોદરામાં આજે NOC વિનાની વધુ 3 હોસ્પિટલોને સીલ કરાઈ, અત્યાર સુધીમાં 22 હોસ્પિટલ સીલ કરી

વડોદરા શહેરની હોસ્પિટલોને ફાયર NOC મેળવી લેવા માટે 1 વર્ષથી નોટિસ ફટકારી રહેલા ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા 3 દિવસથી આકરા પગલા ભરીને સીલ મારવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે વધુ 3 હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું હતું. આ સાથે 4 દિવસમાં કુલ 22 હોસ્પિટલોને સીલ મરાયાં છે.

આજે વડોદરા શહેરની આ હોસ્પિટલોને સીલ કરાઇ
-ફેઇથ હોસ્પિટલ
-આદિત્ય કોવિડ કેર સેન્ટર
-સ્પંદન હોસ્પિટલ

NOC વગરની 127 હોસ્પિટલોને નવા દર્દીઓ ન લેવાના આદેશ જારી કરાયા હતા
મ્યુ. કમિશનર દ્વારા ફાયર NOC વગરની 127 હોસ્પિટલોને નવા દર્દીઓ ન લેવાના આદેશ જારી કરાયા હતા. ત્યારબાદ ફાયરબ્રિગેડ દ્વારા પ્રાથમિક તબક્કે કેટલીક હોસ્પિટલને સીલ મારવાની શરૂઆત કરાઈ છે. જોકે મિક્સ ઓક્યુપન્સીવાળી હોસ્પિટલોને હાલ સીલ મારવામાં આવી રહ્યું નથી. જે અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યા મુજબ આખા કોમ્પ્લેક્સનું ફાયર એનઓસી લેવાની જવાબદારી બિલ્ડરની છે. એક કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટીનાં સાધનો, ટ્રેનિંગ અને સુવિધાઓ ઊભી કરવા છતાં તેમને એનઓસી અપાતી નથી. મિક્સ ઓક્યુપન્સી અંગે સરકાર પાસે માર્ગદર્શન માગ્યું છે.

ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોનો સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો
કોરોનાકાળ દરમિયાન વડોદરા સહિત અનેક હોસ્પિટલોમાં નાના-મોટા આગના બનાવો બન્યા હતા અને આગમાં લોકોના મોત નીપજ્યાં હતા. ઉપરાછાપરી આગની બનેલી ઘટનાઓ બાદ હાઇકોર્ટે ફાયર સેફ્ટી બાબતે ટકોર કરી હતી. પરિણામે વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ ન કરનાર મિલકતો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે શરૂ કરવામાં આવેલી કામગીરીના પગલે ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સીલ મારી તે હોસ્પિટલ બીજા નવા દર્દીઓને દાખલ કરી શકે નહીં
જ્યાં હોસ્પિટલો ફાયર સેફ્ટી NOC નહીં લે ત્યાં સુધી ચાલુ રહેશે. આ કામગીરી માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. હોસ્પિટલને સીલ મારવાની કામગીરીમાં જે હોસ્પિટલને સીલ મારવામાં આવી હોઇ, તે હોસ્પિટલ બીજા નવા દર્દીઓને દાખલ કરી શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...