તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Fire Breaks Out In Closed House Of Koro Infected Patient Admitted To Hospital In Vadodara, Two Family Members Quarantine In Another House

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોડધામ:વડોદરામાં હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીના બંધ મકાનમાં આગ, પરિવારના બે સભ્ય બીજા મકાનમાં ક્વોરન્ટીન હોવાથી જાનહાનિ ટળી

વડોદરા4 મહિનો પહેલા
વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળના બંધ મકાનમાં આગ લાગી - Divya Bhaskar
વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળના બંધ મકાનમાં આગ લાગી
  • વાડી વિસ્તારની વચલી પોળના મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળના બંધ મકાનમાં આજે આગ લાગી હતી. જેને પગલે વચલી પોળમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને મકાનમાં કોઇ ન હોવાથી જાનહાનિ ટળી ગઇ હતી.

પરિવારના બે સભ્યો બીજા મકાનમાં હોમ ક્વોરન્ટીન થયેલા છે
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળના એક બંધ મકાનમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. આ બનાવની જાણ કરવામાં આવતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી દીધી હતી. વાડી વચલી પોળમાં રહેતા કમલેશભાઇ શાહ કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે પરિવારના બે સભ્યો બીજા મકાનમાં હોમ ક્વોરન્ટીન થયેલા છે, જ્યારે તેમના મકાનની બાજુમાં પણ બે વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત છે.

વચલી પોળમાં અફરાતફરી મચી ગઇ હતી
વચલી પોળમાં અફરાતફરી મચી ગઇ હતી

ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
કમલેશભાઇના બંધ મકાનમાં આગ લાગતાં વિસ્તારના રહીશો ભેગા થયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી તત્કાલ દાંડિયાબજાર ફાયર સ્ટેશનના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગની ઘટનામાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

આગને પગલે લોકોના ટોળેટાળા એકત્ર થઇ ગયા હતા
આગને પગલે લોકોના ટોળેટાળા એકત્ર થઇ ગયા હતા

સ્થાનિક કાઉન્સિલર સ્થળ પર દોડી ગયા
સ્થાનિક કાઉન્સિલર વિજય પવારે જણાવ્યું હતું કે, શહેરના વાડી વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીના બંધ મકાનમાં આજે અચાનક આગ લાગી હતી, જોકે સદનસીબે ઘરમાં કોઇ ન હોવાથી જાનહાનિ થઇ નહોતી અને ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ બુઝાવી દીધી હતી.

વાડી વિસ્તારની વચલી પોળના મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ
વાડી વિસ્તારની વચલી પોળના મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ
ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ બુઝાવી દીધી
ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ બુઝાવી દીધી
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો