બે સ્થળોએ આગ:વડોદરામાં અલકાપુરી વિસ્તારના જીમમાં અને કમાટીબાગની નર્સરીમાં આગ ફાટી નીકળી, કોઇ જાનહાનિ નહીં

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગમાં આવેલી નર્સરીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી - Divya Bhaskar
કમાટીબાગમાં આવેલી નર્સરીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી
  • ફાયર બ્રિગેડની ટીમે બંને જગ્યાએ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જીમ અને કમાટીબાગમાં આવેલી નર્સરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહોતી.

કમાચીબાગમાં નર્સરીમાં આગથી દોડધામ મચી
ફાયર બ્રિગેડમાથી મળેલી માહિતી મુજબ વડોદરા કમાટીબાગમાં આવેલી નર્સરીમાં આગ ફાટી નીકળી હતી. સૂકા લાકડાના કારણે આગ પ્રસરી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટ જોવા મળ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ભારે પાણી મારો કર્યાં બાદ આગ કાબૂમાં આવી હતી. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાના કારણે તંત્રએ હાથકારો અનુભવ્યો હતો અને આગને વધુ પ્રસરતા અટકાવવામાં સફળતા મળી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી
‌આ ઘટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના બંગલાની બાજુમાં બની હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવ અંગે સ્થાનિક કર્મચારીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. તો બીજી તરફ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, આગ લાગવાના ઘટના સ્થળે મોટી સંખ્યામાં આસપાસથી કાપવામાં આવેલા લાકડાનો ઢગલો કરવામાં આવે છે. હાલ વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ કમાટીબાગમાં આવી રહ્યા છે. આ દરમિયાન આગની ઘટના બનતા સુરક્ષાનો સવાલ ઉભો થયો છે. જેથી આ અંગે અમે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીશું.

અલકાપુરી વિસ્તારમાં આવેલા બેલેન્સ વર્ક જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી
અલકાપુરી વિસ્તારમાં આવેલા બેલેન્સ વર્ક જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

બેલેન્સ વર્ક જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
‌અન્ય એક બનાવમાં વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા બેલેન્સ વર્ક જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જીમમાં એસી એલસીડી સળગીને ખાખ થઈ ગયું હતું. અચાનક ધડાકા થતા જીમમાં ઉત્તેજના છવાઇ હતી. જો કે સદ્નસીબે કોઇ જાનહાનિના સમાચાર નથી. વડીવાડી ફાયર સ્ટેશન ઘટના સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દરમિયાન જીઈબીના કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી કામગીરી સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...