તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય આગ:વડોદરાના સનફાર્મા રોડ પર મેદાનમાં પાર્ક કરેલી 11 કારમાં આગ ફાટી નીકળી, કોઇએ જાણી જોઇને આગ લગાવી હોવાની આશંકા

વડોદરાએક મહિનો પહેલા
સનફાર્મા રોડ પર નિલકંઠ રેસિડેન્સીની પાછળના મેદાનમાં પાર્ક કરેલી 11 કારમાં આગ ફાટી નીકળી હતી
  • આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં તમામ કાર બળીને ખાખ થઇ ગઇ હતી

વડોદરા શહેરના સનફાર્મા રોડ પર નિલકંઠ રેસિડેન્સીની પાછળના મેદાનમાં પાર્ક કરેલી 11 કારમાં આગ ફાટી નીકળી હતી. પાર્ક કરેલી કારોમાં રહસ્યમય રીતે લાગેલી આગના બનાવની જાણ થતાં વડીવાડી અને મકરપુરા GIDC ફાયર સ્ટેશનને થતાં લાશ્કરો તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને ભડભડ સળગતી 11 કાર ઉપર પાણીમારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં તમામ કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

એક કલાકથી વધુની જહેમત બાદ આગ કાબૂમાં આવી
વડોદરાના સનફાર્મા રોડ ઉપર નિલકંઠ રેસિડેન્સીની પાછળના ખુલ્લા મેદાનમાં 11 કાર પાર્ક કરેલી હતી. બપોરના સમયે તમામમ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગની પ્રચંડ જ્વાળાઓ જોઇ સ્થાનિક વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં મકરપુરા GIDC ફાયર સ્ટેશનના સબ ઓફિસર જસ્મીન પટેલ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. કારમાં લાગેલી આગ ઉપર એક કલાક ઉપરાંત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

કોઇએ જાણી જોઇને આગ લગાવી હોવાની આશંકા
કોઇએ જાણી જોઇને આગ લગાવી હોવાની આશંકા

વડીવાડી અને મકરપુરા GIDC ફાયર સ્ટેશનોની ટીમો પહોંચી હતી
મકરપુરા GIDC ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જસ્મીન પટેલે જણાવ્યું હતું કે, બપોરે આગનો કોલ આવતા જ અમારી ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી ગઇ હતી અને 11 કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. 11 કારમાં લાગેલી આગને બૂઝાવવા માટે વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરો પણ કામગીરીમાં જોડાયા હતા. જોકે, તમામ કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ મળ્યું નથી.

11 કારમાં લાગેલી આગનું કારણ શોધવા તપાસ શરૂ
11 કારમાં લાગેલી આગનું કારણ શોધવા તપાસ શરૂ

કોઇએ જાણી જોઇને આગ લગાવી હોવાની આશંકા
વડીવાડી ફાયર સ્ટેશનના જવાન અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અટલાદરા સનફાર્મા રોડ ઉપર નિલકંઠ સોસાયટીના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી 11 કારમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ, આ તમામ કારમાં કોઇ વ્યક્તિએ કોઇક કારણોસર આગ લગાવી હોવાનું મનાઇ રહ્યું છે. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને 11 કારમાં લાગેલી આગનું કારણ શોધવા તપાસ શરૂ કરી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

વડીવાડી અને મકરપુરા GIDC ફાયર સ્ટેશનને થતાં લાશ્કરો તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા
વડીવાડી અને મકરપુરા GIDC ફાયર સ્ટેશનને થતાં લાશ્કરો તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા
આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં તમામ કાર બળીને ખાખ થઇ ગઇ હતી
આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં તમામ કાર બળીને ખાખ થઇ ગઇ હતી
અન્ય સમાચારો પણ છે...