તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:​​​​​​​વડોદરાના રાવપુરામાં સેનિટાઈઝરના ગોડાઉનમાં ધડાકા સાથે ભીષણ આગ લાગી, ચાર વૃદ્ધાઓને રેસ્ક્યૂ કરાયા

​​​​​​​વડોદરાએક મહિનો પહેલા
આગ લાગ્યા બાદ વૃદ્ધ મહિલાઓને ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કરી હતી.
  • નારાયણ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી ગઈ હતી
  • હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મથી બચાવકાર્ય,10 જણ ધાબેથી નીચે ન ઉતર્યા

વડોદરાના રાવપુરા ખારીવાવ રોડ ઉપર આવેલ નારાયણ કોમ્પલેક્ષ સ્થિત સેનિટાઈઝરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રચંડ ધડાકા સાથે ફાટી નીકળેલી આગના પગલે વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ગોડાઉન ઉપરના માળે રહેતા પરિવારજનો પૈકી ચાર સિનિયર સિટીઝન વૃદ્ધાઓને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવી હતી.

ગોડાઉનના પહેલાં માળે રહેતા પરિવારો પૈકી ચાર વૃદ્ધાઓને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે
ગોડાઉનના પહેલાં માળે રહેતા પરિવારો પૈકી ચાર વૃદ્ધાઓને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે

વૃદ્ધાઓને સલામત બહાર કાઢ્યાં
મળેલી માહિતી પ્રમાણે ખારીવાવ રોડ પર નારાયણ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં સેનિટાઈઝરનો જથ્થો મૂકવાનું ગોડાઉન હતું. આજે બપોરે પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ટીમો દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જ્યારે એક ટીમ દ્વારા હાઇડ્રોલિક ક્રેન દ્વારા ગોડાઉન ઉપર રહેતા પરિવારોના ચાર સિનિયર સિટીઝન વૃદ્ધાઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરિણામે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ જો આગ બેકાબૂ બની ગઇ હોતતો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

હેણાક વિસ્તારમાં સેનિટાઇઝરનું ગોડાઉન હતું
હેણાક વિસ્તારમાં સેનિટાઇઝરનું ગોડાઉન હતું

પીપીઈ કીટનો જથ્થો પણ હતો
આગના બનાવની જાણ થતા ઘટનાસ્થળે દોડી ગયેલા મેયરે જણાવ્યું હતું કે, રહેણાક વિસ્તારમાં સેનિટાઇઝરનું ગોડાઉન હતું. આ સ્થળે પહેલાં લેબોરેટરી હતી. તે બાદ તેમાં પીપીઇ કીટ અને સેનિટાઇઝરનો જથ્થો મુકવામાં આવતો હતો. આ ગોડાઉનના ઉપરના માળે તેમજ આસપાસનો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે. જોકે આગના આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ગોડાઉનના પહેલાં માળે રહેતા પરિવારો પૈકી ચાર વૃદ્ધાઓને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. આ બનાવ અંગેની તપાસ કરવા ફાયરબ્રિગેડને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે.

ગોડાઉનના ઉપરના માળે તેમજ આસપાસનો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે
ગોડાઉનના ઉપરના માળે તેમજ આસપાસનો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે

તપાસ કરાશે-પાલિકા
સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારમાં આવેલ સેનિટાઈઝરના ગોડાઉન ધારકે પરવાનગી લીધી છે કે, નહી તેની તપાસ કરવામાં આવશે. જો તેને ગોડાઉન માટે પરવાનગી લીધી નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. આજની ઘટના બાદ રહેણાંક વિસ્તારમાં જોખમકારક ચાલતા વ્યવસાય અંગે તપાસ કરવામાં આવશે. જો જોખમકારક વ્યવસાય જણાઇ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

મહિલાઓને સલામત ઉતાર્યા બાદ પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.
મહિલાઓને સલામત ઉતાર્યા બાદ પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.

પોલીસ પણ દોડી આવી
આજે બપોરે ખારીવાવ રોડ પર નારાયણ કોમ્પ્લેક્ષમાં સેનિટાઈઝરના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને પગલે વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આગની કામગીરી સમયે કોઈ અડચણ ઉભી ન થાય તે માટે રામપુરા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયરસેફ્ટીનાં કોઈ સાધનો ન હતાં
જ્વલનશીલ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો હોવા છતાં દુકાનમાં ફાયર સેફ્ટીનાં કોઈ સાધનો ન હતાં તેમજ કોમ્પ્લેક્સમાં પણ ફાયર સેફ્ટી માટેની કોઈ સુવિધા ન હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું. રહેણાક વિસ્તારમાં આવા જ્વલનશીલ વસ્તુના ગોડાઉન માટે મંજૂરી કોણે આપી તે અંગે પણ મેયર દ્વારા તપાસના આદેશ કરાયા છે.

15 મિનિટ પહેલાં માણસ સામાન કાઢવા ત્યાં સુધી બધું બરોબર હતું

મને ગંધ આવતાં ઉપરના માળે જોવા ગઈ તો રૂમમાં આગ લાગેલી હતી, 15 મિનિટ પહેલાં જ માણસ તે રૂમમાં સામાન કાઢવા ગયો હતો ત્યાં સુધી બધુ બરોબર હતું. > અમીષા ચોક્સી, કર્મચારી