તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા:વાસણા રોડ પર વેદ એપાર્ટમેન્ટના મકાનમાં આગ, પરિવાર ઊંઘતો હતો, ફાયર બ્રિગેડે 4 સભ્યોને રેસ્ક્યૂ કર્યાં

વડોદરાએક વર્ષ પહેલા
ત્રીજા માળે આગ લાગતા પરિવાર ફસાયો
  • મકાનના ડ્રોઇંગ રૂમના સોફામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા પરિવારમાં દોડધામ મચી ગઇ
  • મકાન માલિક જાગી જતા પરિવારજનોને જગાડીને ઘરમાં સુરક્ષિત જગ્યાએ બેસાડી દીધા
  • આગ લાગતા ડ્રોઇંગ રૂમનો સામાન બળીને ખાખ થઇ ગયો

વાસણા રોડ પર આવેલા વેદ એપાર્ટમેન્ટના એક મકાનમાં આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. આગ લાગી ત્યારે પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને ગોસાઇ પરિવારના 4 સભ્યોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.

સમસયર આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી
વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ પાસેના વેદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા મકાન નં-301માં પંકજગિરી ગોસાઇ પત્ની જયશ્રીબેન, માતા સવિતાબેન અને ફૂવા દાદા ભગવાનગિરી ગોસાઇ સાથે રહે છે. પંકજભાઇ સિવિલ એન્જિનિયર છે. આજે સવારે પરિવારના તમામ સભ્યો ઊંધી રહ્યા હતા. તે સમયે મકાનના ડ્રોઇંગ રૂમમા શોર્ટ સર્કિટને કારણે અચાનક જ આગ લાગી હતી. આ સમયે પંકજભાઇ વોશરૂમમાં જવા માટે ઉઠ્યા હતા. જેથી તેઓએ ડ્રાઇંગ રૂમમાં લાગેલી આગ જોતા જ બેડરૂમમાં સુતેલા પત્ની અને માતા અને બાજુના રૂમમાં સુતેલા ફૂવા દાદાને જગાડીને બહાર કાઢીને બાલ્કનીમાં બેસાડી દીધા હતા.

સિક્યુરિટી ગાર્ડે ફાયર બ્રિગેડને જાણ કરી
ડ્રોઇંગ રૂમમાં આજે સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેને પગલે પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સિક્યુરિટી ગાર્ડે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેને પગલે વડીવાડી ફાયર બ્રિગેડના જમાદાર પ્રવિણ સિસોદિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને પરિવારના 4 સભ્યોને ફ્લેટની બહાર કાઢ્યા હતા. સમયસર આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.

બચી ગયેલો પરિવાર
બચી ગયેલો પરિવાર

મકાન માલિક કહે છે કે, ફાયર બ્રિગેડની ટીમે અમને બચાવી લીધા
મકાન માલિક પંકજગિરી ગોસાઇએ જણાવ્યું હતું કે, હું સવારે ઉઠ્યો તે સમયે ઘરના ડ્રોઇંગ રૂમના સોફામાં લાગેલી આગ જોઇને ચોકી ઉઠ્યો હતો અને મારા પરિવારને ઘરમાં સુરક્ષિત જગ્યાએ મુકી દીધો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે સમયસર આવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અમને બચાવી લીધા હતા.

આગ લાગતા ડ્રોઇંગ રૂમનો તમામ સામાન બળીને ખાખ
આગ લાગતા ડ્રોઇંગ રૂમનો તમામ સામાન બળીને ખાખ
આગની ઘટના બાદ ડ્રોઇંગ રૂમની હાલત
આગની ઘટના બાદ ડ્રોઇંગ રૂમની હાલત
અન્ય સમાચારો પણ છે...