તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરીયાનો ત્રાસ:વડોદરામાં પતિ શરીર પર બચકા ભરીને પત્નીને ત્રાસ આપતો, માસિક પિરિયડમાં ગાદલા પર ડાઘ પડી જતા સસરાએ ફોટો પાડીને બધાને બતાવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિણીતાએ પતિ, સાસુ-સસરા સહિત પરિવારના 8 સભ્યો સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
પરિણીતાએ પતિ, સાસુ-સસરા સહિત પરિવારના 8 સભ્યો સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)
  • પોલીસે ફરિયાદના આધારે પતિ, સાસુ-સસરા સહિત પરિવારના 8 સભ્યો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરની યુવતીના લુણાવાડા ખાતે લગ્ન બાદ સાસરિયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપી મકાન અને કાર ખરીદવા દહેજની માગ કરતા યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે પતિ, સાસુ-સસરા સહિત પરિવારના આઠ સભ્યો વિરૂદ્ધ સ્ત્રી અત્યાચાર, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડા કરી યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની પુત્રીના લગ્ન વર્ષ-2017 દરમિયાન કુતાર્થ મનહરભાઈ પ્રજાપતિ(રહે, લુણાવાડા ,મહીસાગર) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. તેણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન સમયે યુવતીના પિતાએ કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના કપડા સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી હતી. લગ્નના બે મહિના બાદ નાની-નાની વાતોમાં ઝઘડા કરી યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

લગ્ન બાદ સાસરિયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપી મકાન અને કાર ખરીદવા દહેજની માગ કરી(પ્રતિકાત્મક તસવીર)
લગ્ન બાદ સાસરિયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપી મકાન અને કાર ખરીદવા દહેજની માગ કરી(પ્રતિકાત્મક તસવીર)

પતિ યુવતીના શરીર ઉપર બચકા ભરી ચાઠા પાડી દેતો હતો
ત્યાર બાદ સાસુ અને સસરાએ કાર તેમજ મકાન લેવા માટે યુવતીને પિતા પાસેથી રૂપિયા લઇ આવવા દબાણ કર્યું હતું. જેમાં પરિવારના અન્ય સભ્યો પણ ભૂમિકા ભજવી હતી. તેઓ યુવતીને હેરાન કરતા હતા, જેથી કંટાળીને યુવતીને આપઘાત કરવાના વિચારો આવતા હતા. યુવતીને માસિક પિરિયડનો સમય હોવાથી બેડના ગાદલા ઉપર ડાઘ પડી જતા સસરાએ તેના ફોટા પાડી બધાને બતાવ્યા હતા. આ ઉપરાંત પતિ પણ યુવતીના શરીર ઉપર બચકા ભરી ચાઠા પાડી દેતો હતો. તેમજ બે વખત નાક અને મોઢું દબાવી દેતા યુવતીએ પોતાનો બચાવ કર્યો હતો.

સાસરીયાના ત્રાસથી કંટાળીને યુવતીને આપઘાત કરવાના વિચારો આવતા હતા(પ્રતિકાત્મક તસવીર)
સાસરીયાના ત્રાસથી કંટાળીને યુવતીને આપઘાત કરવાના વિચારો આવતા હતા(પ્રતિકાત્મક તસવીર)

કૂતરાઓને દૂધ પીવડાવો છો એટલે કુતરા જેવા સંસ્કાર છે, તેમ કહી ઝઘડો કર્યો
યુવતી શેરી કૂતરાને દૂધ પીવડાવતા સસરાએ જણાવ્યું હતું કે, કૂતરાઓને દૂધ પીવડાવો છો એટલે કુતરા જેવા સંસ્કાર છે, તેમ કહી ઝઘડો કર્યો હતો. છેલ્લા ચાર મહિનાથી યુવતી પિયરમાં માતા-પિતા સાથે રહે છે. યુવતીએ પતિ સહિતના સાસરીયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.