વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક આર્ટવર્ક અને મહિલાઓના ન્યૂડ ચિત્રોના વિવાદને લઈને માહોલ તંગ બન્યો છે. આ વિવાદ બાદ વિદ્યાર્થીઓ અને અન્ય સંગઠનો વિરોધ પ્રદર્શનો ન કરે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના મેઇન ગેટને તાળા મારી દેવામાં આવ્યા છે અને ફેકલ્ટી બંધ કરી દેવામાં આવી છે.
મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા હતા
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં માં આવેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના આર્ટ તૈયાર કર્યાં હતા. એટલે કે પેપર કટિંગમાંથી હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવ્યા હતા જેને લઇને વિવાદ થયો છે. એક વિદ્યાર્થીએ હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી ચિત્ર બનાવ્યા હતા. તેમાં પેપર કટિંગમાં જે સમાચારો હતા તે દુષ્કર્મને લગતા સમાચારો હતા, જેથી હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી બનાવેલા ચિત્રો દુષ્કર્મના સમાચારોને લઈને વિવાદ થયો છે અને હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની વાતને લઇને હોબાળો મચ્યો હતો. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે, વિવાદ વધતા સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું હતું.
વિવાદ વધુ વકરે તેવી શક્યતા
ગઇકાલે થયેલા વિવાદ બાદ આજે એમ.એસ.યુનિવર્સિટીમાં આજે માહોલ તંગ બન્યો છે. આ વિવાદ બાદ વિદ્યાર્થીઓ અને અન્ય સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી સુરક્ષાના કારણોસર ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના મેઇન ગેટને તાળા મારી દેવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ મુદ્દે વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.
ફેક્ટ ફાઇડિંગ કમિટીની રચના કરાઇ
રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું કે, ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ચિત્રોને લઇને જે વિવાદ થયો છે, તેની તપાસ કરવા માટે યુનિ. દ્વારા ફેકટ ફાઇડીંગ કમિટીની રચના કરવામાં છે, જે આગામી સમયમાં તપાસ કરીને રિપોર્ટ આપશે. તેના આધારે કોઇ કસૂરવાર હશે તો તેની સામે પગલા લેવાશે.
ફાઇન આર્ટ્સના વિવાદો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.