તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા સામૂહિક આપઘાત:સોની પરિવારેે આર્થિક સંકડામણમાં આવી ઘર વેચવા કાઢ્યું હતું, નાની દીકરીની સાઇકલ સુધ્ધાં વેચી દીધી હતી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોરણ 12માં અભ્યાસ કરતી રિયા સોનીને સાયકલ માત્ર રૂ.500માં વેચી પરિવારે ભૂખ ભાગી હતી - Divya Bhaskar
ધોરણ 12માં અભ્યાસ કરતી રિયા સોનીને સાયકલ માત્ર રૂ.500માં વેચી પરિવારે ભૂખ ભાગી હતી
  • બુધવારે સોની પરિવારે થમ્સ અપમાં ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લેતાં ચકચાર
  • સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારના છ સભ્યોએ ઝેર પી લીધાની જાણ થતાં લોકોનાં ટોળાં ઊમટ્યાં

સમાની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારે બુધવારે કરેલા આત્મહત્યાના પ્રયાસમાં આર્થિક સંકડામણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સોની પરિવારે તેમનું ઘર વેચવા કાઢયું હતું. જેનો સોદો થયા બાદ કેન્સલ થયો હતો. ધંધો પડી ભાંગતાં સોની પરિવારે નાની દીકરીની સાઇકલ સુધ્ધાં વેચવા કાઢી હતી.

કરુણ દૃશ્ય
કરુણ દૃશ્ય

પરિવારના 3 સભ્યોનાં મોત થયાં હતાં, જયારે બચી ગયેલા ત્રણ સભ્યો પૈકી પુત્ર ભાવિને 2 કલાક સુધી મોત સામે ઝઝુમ્યા બાદ આખરે તરફડિયા મારતા મારતા પોલીસને ફોન કર્યો હતો અને અમે ઝેરી દવા પી લીધી છે તેવી જાણ કરતાં શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના હાજર કર્મચારીઓ પણ ચોંકી ઊઠયા હતા અને સમા પોલીસને જાણ કરાતા પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે ઘરની જાળીમાંથી ઘરના સભ્યો ઘરની ફર્શ ઉપર પડેલા જોયા હતા જેથી પોલીસે બૂમ પાડતાં પુત્ર ભાવિને પોલીસ સામે જોઇ જાળીને તાળુ માર્યું છે અને ચાવી બહાર ફેંકી છે તેમ જણાવ્યું હતું જેથી પોલીસે ચાવી શોધીને તાળુ ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. રૂમમાં ત્રણ સભ્યો મૃત્યુ પામેલા જોવા મળ્યા હતા જયારે ત્રણ સભ્યો બચેલા જોવા મળતાં પોલીસે તાબડતોબ ટેમ્પામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.

કોલ્ડડ્રિંક્સમાં ડ્રોપર વડે ઝેર નાખી 4 વર્ષના બાળકને પણ પીવડાવ્યું
આત્મહત્યાનો નિર્ણય કર્યા બાદ પરિવારે કોલ્ડડ્રિંક્સમાં પેસ્ટીસાઇડ મિશ્રિત કરીને પીધું હતું. પહેલી રૂમમાં ઊલટીઓ જોવા મળી હતી અને પેસ્ટિસાઇડ પણ ઢોળાયેલું હતું, સ્થળ પરથી ડ્રોપર મળ્યું હતું જેથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે ડ્રોપર વડે 4 વર્ષના બાળકને આ ઝેરી પીણું પિવડાવ્યું હશે. પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે ઘરમા દૃશ્ય જોતાં જ પોલીસ ચોંકી હતી. ઘરમાં સાદું ફર્નિચર હતું અને તેમાં ફર્સ પર પરિવારના ચાર સભ્યો તરફડિયા મારતા જોવા મળ્યા હતા જયારે નાના પલગં ઉપર દાદા અને પૌત્ર મૃત હાલતમાં જોવા મળ્યા હતા.

સંખેડાનો સોની પરિવાર સ્વાતિ સોસાયટીમાં રહેતો હતો
વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સની સામે છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના મૂળ વતની નરેન્દ્ર સોની વર્ષોથી સ્વાતિ સોસાયટીમાં સી-13 ભાડાના મકાનમાં રહેતું હતું. પરિવારમાં નરેન્દ્ર સોની તેમની પત્ની દિવ્યાબહેન, પુત્ર ભાવિન, પુત્રવધૂ ઉર્વી અને પૌત્ર પાર્થ (ઉં.વ.4) સાથે રહેતા હતા. સ્વાતિ સોસાયટીમાં જ 8 નંબરનું માલિકીનું વેચાણ વેચ્યા બાદ તેજ સોસાયટીમાં સી-13માં ભાડાના મકાનમાં રહેતું હતું. આજે ઢળતી બપોરે પરિવારે કોલ્ડડ્રિંક્સ થમ્સ અપમાં ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા (ઉં.વ.16) અને પૌત્ર પાર્થ (ઉં.વ.4)નું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર ભાવિન સોની તેની પત્ની ઉર્વીબહેન સોની અને માતા દિવ્યાબહેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

4 વર્ષીય બાળકનું પણ સામૂહિક આપઘાતમાં મોત થયું છે
4 વર્ષીય બાળકનું પણ સામૂહિક આપઘાતમાં મોત થયું છે

ઈમિટેશન જ્વેલરીનો ધંધો ન ચલતા પ્લાસ્ટિક વેચતા
નરેન્દ્ર સોનીનું મૂળ વ્યવસાય ઇમિટેશન જ્વેલરીનો હતો. તેઓની મંગળબજારમાં માલિકીની દુકાન પણ હતી. પરંતુ, વ્યવસાય સારો ચાલતો ન હોવાથી તેઓએ પોતાની જ દુકાનમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે ધંધો પણ ન ચાલતા મંગળબજારની દુકાન વેચીને સમા અભિલાષા ચાર રસ્તા ઉપર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ, તે ધંધો પણ ન ચાલતા આખરે ધંધો બંધ કરી દીધો હતો. ધંધામાં તમામ મૂડી અને બચત વેડફાઇ ગઇ હતી. નરેન્દ્ર સોનીની આર્થિક સ્થિતિ દિવસેનેદિવસે ખરાબ થતી ગઇ હતી. પુત્ર ભાવિન સોની કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરીને પરિવારને મદદરૂપ થવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ, ઘરનું ગુજરાન ચલાવી શકે તેવો ધંધો ચાલતો ન હતો. પરિવાર માટે દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયા હતા.

કોમ્પ્યુટર રિપેરિંગ કરી મદદરૂપ થતો ભાવિન પણ બેકાર થયો
દરમિયાન કોરોનાની મહામારી શરૂ થતાં કોરોનાને કાબુમાં લેવા માટે લોકડાઉન થતાં, પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. પરિવારે સોસાયટીમાં આવેલું માલિકીનું મકાન પણ વેચી દીધું હતું. વેચેલા મકાનના નાણાં વાઘોડિયા ખાતે એક સ્કીમમાં મકાન લેવા માટે રોક્યા હતા. ત્યાં પણ તેઓના નાણાં ફસાઇ જતાં પરિવારની સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ હતી. મૂડી અને બચત તમામ કોરોનાના લોકડાઉન દરમિયાન પૂરી થઇ ગઇ હતી. કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા ભાવિનનો ધંધો પણ ઠપ થઇ ગયો હતો. આવકનું કોઇ સાધન રહ્યું ન હતું. બે ટંક પેટનો ખાડો પૂરવો પણ મુશ્કેલ થઇ ગયો હતો. પરિવાર મકાનનું ભાડું પણ ચૂકવી શકતા ન હતા.

કોમ્પ્યુટર રિપેરિંગ કરી મદદરૂપ થતો ભાવિનને કોરોનાના કારણે બેકારી નડી
કોમ્પ્યુટર રિપેરિંગ કરી મદદરૂપ થતો ભાવિનને કોરોનાના કારણે બેકારી નડી

આર્થિક બેહાલ પરિવારે મોતને રસ્તો પસંદ કર્યો
સોસાયટીમાંથી મળેલી માહિતી પ્રમાણે પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા માટે જ્યુપીટર મોપેડ પણ વેચી દીધું હતું. જ્યુપીટર વેચાણના આવેલા નાણાંમાંથી થોડા દિવસો પસાર થયા હતા. તે બાદ ધોરણ 12માં ભણતી રિયાની સાયકલ પણ રૂપિયા 500માં વેચી દીધી હતી. ચારેકોરથી આર્થિક ભીંસમાં આવી ગયેલા સોની પરિવાર માટે સામૂહિક આપઘાત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો ન હતો. અને આજે ઢળતી બપોરે સોની પરિવારે થમ્સઅપમાં ઝેરી દવા ભેળવીને સામુહિક ગટગટાવી લીધી હતી.

સવારે 10 વાગે સાસુ વહુને જોયા પછી સાંજ સુધી કોઇ ન દેખાયું
પડોશી રામચંદ્ર રાણાએ જણાવ્યું હતું કે હું સવારે 10 વાગે ઘરની બહાર નિકળ્યો હતો ત્યારે સાસુ અને વહુને કપડાં સુકવતા જોયા હતા. તે સિવાય આખો દિવસ ઘરના કોઇ સભ્યોને મે જોયા ન હતા અને મને સાંજે આવી ઘટના બની હોવાની જાણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...