જીતનું સરવૈયું જુઓ તસવીરોમાં:MSની સેનેટ ચૂંટણીમાં આખરે ‘વિજય’ જિગરનો; પર્સનલ પ્લાનિંગ, સીધો સંપર્ક અને વધુ રજિસ્ટ્રેશનથી ફાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ.સ.યુિનવર્સિટીમાં સેનેટની રજિસ્ટર્ડ કેટેગરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોનો સફાયો
  • 9 ફેકલ્ટીમાંથી 4માં જિગર જૂથના ઉમેદવારો, 2 બેઠકો પર ભાજપ અને 3 પર મૂળ કોંગ્રેસીનો િવજય
  • પ્રોફેસર કેટેગરીમાં 5 માંથી 4 બેઠકો પર સત્તાધારી જૂથનો કબજો
  • કોમર્સ ફેકલ્ટીમાં અમર ઢોમસે 675ના જંગી લીડથી વિજેતા : ટેક્નોલોજીમાં રાવતે માત્ર 88 વોટની નજીવી સરસાઇથી બેઠક બચાવી

એમ.એસ.યુનિવર્સિટી મહાસંગ્રામમાં જિગર નો વિજય થયો હતો. 9 ફેકલ્ટીઓમાંથી 4 માં જિગર જૂથના ઉમેદવારો,3 પર બિન ભાજપી અને 2 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ભાજપ દ્વારા સમગ્ર સંગઠનને કામે લગાડયા પછી પણ કોમર્સ ફેકલ્ટીમાં અમર ઢોમસે 675ના જંગી લીડ થી વીજેતા બન્યા હતા. જયારે ટેકનોલોજીમાં રાવત માત્ર 88 વોટની નજીવી સરસાઇથી બેઠક બચાવી હતી. ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધુ હતું કે એજયુકેટડ મતદારો શૈક્ષણિક સંસ્થામાં સીધો રાજકીય હસ્તક્ષેપ ચલાવી લેવા માગતા નથી. ભાજપના એડી ચૌટીના જોર બાદ પણ માત્ર 2 જ ઉમેદવારો જીતી શક્યા હતા. જયાં પ્રભારી નીમ્યા હતા તે ટેકનોલોજી અને કોર્મસ ફેકલ્ટીમાં રકાસ થયો હતો.

  • યુનિ.ની ચૂંટણીઓના જે પણ પરિણામ આવ્યા છે તેને સ્વીકાર કરીએ છીએ. આવનાર સમયમાં વિશ્લેષણ કરીશું. વડોદરા અને એમ.એસ.યુનિવર્સિટીના હિતમાં તમામ લોકો ભેગા થઇને કામ કરે તેવી અપેક્ષા છે. યુનિ.ની પ્રતિષ્ઠા ના ખરડાય તે પ્રકારે વ્યવહાર થવો જોઇએ. - ડૉ. વિજય શાહ, પ્રમુખ શહેર ભાજપ
  • છેલ્લા કેટલાય સમયથી યુનિવર્સિટીનું વાતાવરણ બગડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,જેનો મતદારોએ સાચો જવાબ આપી દીધો છે. ટીમ એસએસયુના તમામ સભ્યોની મહેનતના પગલે આ જીત મળી છે. તમામ લોકોના સહિયારા પ્રયાસના પગલે આ પરિણામ આવ્યું છે. - જિગર ઈનામદાર, સિન્ડિકેટ સભ્ય
કોમર્સ ફેકલ્ટી
કોમર્સ ફેકલ્ટી

યુનિવર્સિટી સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજયુએટની ચૂંટણીના પરિણામો જાહેર થવાની સાથે જ ફરીએક વાર જિગર ઇનામદાર યુનિવર્સિટીના સર્વોપરી સાબિત થયા હતા. ભાજપનું ચાર દિવસ પહેલાનું માઇક્રોપ્લાનીંગ માત્ર કાગળ પર રહી ગયું હતું. જે ફેકલ્ટીઓમાં ભાજપે સંગઠને જોર લગાવી દીધું હતું ત્યાં ભાજપ જીત મેળવી શકયું ના હતું. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાંથી માત્ર બે જ ઉમેદવારો જીત મેળવી શકયા હતા.

ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક

ત્રણ ફેકલ્ટીઓ કોમર્સ ,ટેકનોલોજી અને સોશ્યલ વર્ક કે જયાં જિગર જૂથ પણ જીતે શકે તેમ ના હતું તે ફેકલ્ટીઓમાં તેમણે ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા હતા તે જ ઉમેદવારને તેમની પેનલમાંથી જાહેર કરીને કોમન ઉમેદવાર જાહેર કર્યા હતા. જે દાવ સફળ રહ્યો હતો. ભાજપ અને ડો.વિજય શાહ કોમર્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં બીઝી રહ્યા અને જિગર જૂથ 4 બેઠકો મેળવવામાં સફળ થઇ ગયું હતું. મતગણત્રી સમયે જિગર ઇનામદાર કે ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ ઉપસ્થિત રહ્યા ના હતા. જોકે મતગણત્રી પછી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અમર ઢોમસેના વિજય સરઘસ માટે ઉપસ્થિત રહ્યા હતા.

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી
ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી

કોમર્સ ફેકલ્ટીમાં અમર ઢોમસેને 945 મત મળ્યા હતા તેની સામે તેમના હરીફ ભાજપના સુશાંત મખ્ખીજાનીને 288 મત મળ્યા હતા. 657 વોટની જંગી લીડ મળી હતી જે સાબિત કરે છે કે ભાજપ સંગઠને સોંપેલે કામગીરી માં કાર્યકરો નિષ્ફળ ગયા છે. બીજી તરફ માત્ર 88 વોટે નરેન્દ્ર રાવત તેમની બેઠક બચાવી શકયા છે જે ભાજપ માટે વિજય સમાન છે. કશ્યપ શાહ અને મીતેન પટેલ એક થઇ જતાં તેનો સીધો ફાયદો કશ્યપ શાહને થયો હતો તેમણે ખૂબ ઓછા મતે હારનો સામનો કરવો પડયો હતો.

ફેકલ્ટી ઓફ ફાર્મસી
ફેકલ્ટી ઓફ ફાર્મસી

જિગર જૂથના 4 ઉમેદવારોમાંથી આર્ટસના ડો.દિનેશ યાદવ,લો ફેકલ્ટીમાંથી અવધૂત સુમન,પર્ફોમીંગ આર્ટસમાંથી વિનોદ પટેલ,હોમ સાયન્સમાંથી અભિલાષા અગ્રવાલ વિજેતા બન્યા હતા. જયારે ભાજપ તરફે ફાર્મસીમાંજી હસમુખ વાઘેલા,ફાઇન આર્ટસમાંથી બિપીન પટેલ વિજેતા થયા હતા. જયારે મૂળ કોંગ્રેસના પણ પક્ષના બેનર વગર લડેલા કોમર્સના અમર ઢોમસે,ટેકનોલોજીના નરેન્દ્ર રાવત અને સોશ્યલ વર્કના કપિલ જોશી વિજેતા બન્યા હતા. યુનિ. વર્તુળોમાં દિવસભર થતી ચર્ચા અને જાણકારોના મત મુજબ ભાજપ પ્રેરિત ઉમેદવારોનો સફાયો થયો હતો. જેનો મતલબ એ છે કે શૈક્ષણિક સંસ્થામાં સીધો રાજકીય દોરીસંચાર મતદારો સ્વીકારવા તૈયાર નથી.

ફેકલ્ટી ઓફ આર્ટ્સ
ફેકલ્ટી ઓફ આર્ટ્સ
ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ
ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ
ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ
ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ
હોમ સાયન્સ
હોમ સાયન્સ
ફેકલ્ટી ઓફ લો
ફેકલ્ટી ઓફ લો

પ્રોફેસર કેટેગરીમાં ભાજપના એકલા ગૌરાંગ ભાવસાર જીત્યા
​​​​​​​સેનેટની પ્રોફેસર કેટેગરીમાં 5 માંથી 4 બેઠકો પર મેળવીને ફરીએક વાર જિગર જૂથે રજિસ્ટર્ડ કેટેગરીની સાથે પ્રોફેસર કેટેગરીની ચૂંટણીમાં પોતાનુંં વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. બપોરે 1 થી 4 વાગ્યાના સમયમાં યોજાયેલી પ્રોફેસર કેટેગરીની ચૂંટણીમાં 133 મતદારોમાંથી 129 મતદારોએ મતદાન કર્યું હતું. ​​​​​​​જેમાં 5 માંથી 4 બેઠકો પર સત્તાધારી જૂથના ઉમેદવારો વિજેતા બન્યા હતા જયારે એકમાત્ર પ્રો.ગૌરાંગ ભાવસાર પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. જિગર જૂથના અતુલ જોશી, કોમલ ચૌહાણ, પ્રદિપ દેવતા, ડો. રંજન ઐયર વિજેતા બનતાની સાથે જ સંકલન સમિતિના ટેકેદારો ગાયબ થઇ ગયા હતા. રજિસ્ટર્ડ કેટેગરી અને પ્રોફેસર કેટેગરી મળીને કુલ 8 બેઠકો પર જિગર જૂથે વિજય મેળવ્યો હતો.

સાયન્સઃ અતુલ જોશી - 89
હોમ સાયન્સઃ કોમલ ચૌહાણ - 72
ટેક્નોલોજીઃ પ્રદીપ દેવતા - 71
મેડિસીનઃ ડો. રંજન ઐયર - 73
પર્ફોમિંગ આર્ટ્સઃ ગૌરાંગ ભાવસાર - 70

હેડ ઓફિસ ખાતે ડીજે સાથે વિજય સરઘસ નીકળ્યાં
યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે વિજેતા ઉમેદવારોના ટેકેદારો ડીજેના તાલે ઝૂમ્યા હતા. કોરોના કાળ પછી પ્રથમ વાર યુનિવર્સિટીમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો અને મોટી સંખ્યામાં પરિણામ જાળવાની ઉત્સુકતા સાથે ઉમેદવારોના સમર્થકો ઉમટી પડયા હતા.જેમાં ઉમેદવારો વિજયી બન્યા બાદ ટેકેદારોના સૂત્રોચ્ચારથી કેમ્પસ ગુંજી ઉઠયુ હતું.

લો ફેકલ્ટીમાં વકીલ મંડળની ચૂંટણીનો રોષ ઠલવાયો
યુનિ.ની જેમ જ વકીલ મંડળની ચૂંટણીમાં પણ શહેર ભાજપે સમર્થન આપ્યું હતું. જેના સીધા પ્રત્યાઘાત સેનેટની ચૂંટણીમાં પડ્યા હતા અને અવધૂત સુમનને વધારે મત પડ્યા હતા અને તેઓ 502 મતોથી વિજેતા બન્યા હતા. ભાજપે જે ઉમેદવારને જાહેર કર્યા હતા તે મનોજ દરજીને 120 મતો મળ્યા હતા.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...