મિલીભગત:આખરે પરાક્રમસિંહનું રૂ 27480નું ગેસ બિલ ભરાયું, રૂ 1 બાકી રાખ્યો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ વગરના ગેસ કનેક્શનની પ્રદેશમાં રજૂઆત
  • ઢાંકપીછોડા માટે એકાઉન્ટ વિભાગે કમ્પ્યૂટર સિસ્ટમ ઠપ કરી

ભાજપ અગ્રણીના ગેસ કનેક્શનના વિવાદમાં દિવ્ય ભાસ્કરના ઘટસ્ફોટ બાદ વીજીએલ અને પાલિકા તંત્રમાં ભૂકંપ સર્જાયો છે. પરાક્રમસિંહનું ~27480નું ગેસ બિલ ભરાઇ ગયું છે જ્યારે ~1 બાકી રાખ્યો છે. બીજી તરફ વીજીએલે સ્પષ્ટતા માટેની પ્રેસ કોન્ફરન્સ રદ કરી છે. જ્યારે પ્રકરણ અંગે પ્રદેશ કક્ષાએ રજૂઆત થયાની માહિતી પણ મળી છે.

વડોદરા ગેસ લિમિટેડ ભાજપ અગ્રણી પરાક્રમસિંહ જાડેજાના બિલ પ્રકરણમાં બરાબરનું ફસાયું છે. નિયમો વિરુદ્ધના કનેકશનને કાયદેસર કરવાના ધમપછાડામાં આખુ તંત્ર કામે લાગ્યું છે ત્યારે વીજીએલના એકાઉન્ટ વિભાગે આજે આખી કમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ કરતા અનેક ગેસલાઇન ધારકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંતે પરાક્રમ જાડેજાના ગેસ વપરાશના જાહેર થઇ ગયેલા બિલની 27 હજાર ઉપરાંતની રકમ મોડી સાંજે ભરી દેવાઇ હતી.

મહત્વની વાતએ છે કે આખા પ્રકરણ ઉપર ઢાંકપીછોડો કરવા માટે ગેસ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ સહિત ખુદ એમડી પણ ગુનેગાર બની શકે એટલી હદની છેડછાડ સરકારી દસ્તાવેજો અને કોમ્પુટરમાં કરવામાં આવી રહી છે. એની વિજિલન્સ તપાસ થાય તો વિજીએલના અનેક ગુનેગાર બને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પરાક્રમસિંહના સોમનાથ વિલામાં એમડી ગર્ગની હાજરીમાં થયેલા ચેકીંગ બાદ રાતોરાત ઉભા કરાયેલા પ્રથમ બિલમાં જે 27581 રૂપિયાનું બિલ ઉભુ કરાયું હતું. આ આખું પ્રકરણ બહાર આવતાં આજે વીજીએલનું આખું તંત્ર કામે લાગ્યું હતું અને ખાતાની ભૂલ અને પરાક્રમસિંહને બચાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભાજપની બદનામી ના થાય એવું પણ દબાણ હોવાનુ માનવામાં આવે છે.

પાલિકાની સહી-તારીખ વગરની જાહેરાત, પરાક્રમસિંહના ગેસ બિલની રકમ ભરપાઈ
ગેરરિતી છુપાવવા વીજીએલે આજે પ્રેસનોટ જાહેર કરી હતી. જેમાં પરાક્રમસિંહના બંગલાના ગેસ વપરાશના બિલની રકમ ભરપાઈ થઇ હોવાની જાહેરાત કરાઇ હતી. પ્રેસનોટમાં તારીખ-નંબર નથી. પ્રેસનોટની નીચે અધિકારીની સહી નથી. વીજીએલ માર્કેટિંગ વિભાગના કર્મચારીએ ગ્રુપમાં મૂકી હતી.

મેયર ઃ પરિણામની તૈયારી રાખજો ગર્ગ ઃ આસામમાં જ બદલી થશે ને?

ગુરુવારે વીજીએલના એમડીને મળવા બોલાવી મેયરે ‘પ્રોટોકોલ મુજબ કોર્પોરેટરને ત્યાં ચેકીંગ પહેલા પરવાનગી લેવી જોઈએ’ કહેતાં એમડીએ કહ્યું કે, ‘ફોર્મમાં લખેલું છે કે ગેસ વિભાગનો કોઇપણ કર્મચારી ચેકીંગમાં આવી શકે છે.’ મેયરે ‘પરિણામની તૈયારી રાખજો’ કહેતાં જ એમડીએ કહ્યું કે ‘ગેઇલમાં આસામ બદલી થશે, જ્યાં હું નોકરી કરીને આવ્યો છું.’ જો કે દોષનો ટોપલો વોર્ડ ઓફિસર અને વીજીએલમાં ફરજાધિન શૈલેષ પંચાલ પર ઢોળી બદલીનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. પ્રકરણ શાંત થતાં એક શૈલેષનો ભોગ લઈ બીજા શૈલેષને બચાવવાનો તખ્તો ગોઠવાયો છે.

અન્ય સમાચારો પણ છે...