તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આખરે 28 વર્ષે વિશ્વામિત્રી નદીના કિનારાની સફાઇ શરૂ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલાં, સફાઈ પછી - Divya Bhaskar
પહેલાં, સફાઈ પછી
  • ભીમનાથ બ્રિજ પાસે મંત્રી, મેયર, મ્યુ.કમિશનરે મોનિટરિંગ કર્યું

શહેરમાંથી સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદીના કિનારાના ભાગમાં ઊગી ગયેલા ઝાડી ઝાંખરા સહિતની સફાઈ પાલિકાએ 28 વર્ષ બાદ શરૂ કરાવી છે અને સમગ્ર કામગીરી 15દિવસમાં જ પૂરી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ભીમનાથ બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટની બંને બાજુ અસંખ્ય ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે.

વિશ્વામિત્રી નદીમાં ડેબ્રીજનો કચરો પણ છે અને ખૂબ જ ગંદકી છે. જેની ચોક્કસ ભાગમાં સાફ સફાઈ 12 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને તેમાં માટી કાઢવાની,પાળા બનાવવા માટે 40 લાખનો ખર્ચ થયો હતો.શનિવારે મેયર કેયુર રોકડીયાએ પર્યાવરણવિદો જોડે ચર્ચા કરી હતી અને સમગ્ર નદીના પટ વિસ્તારની સફાઈ કરવાની શરૂઆત શનિવારે કરવામાં આવી હતી.

જેમાં વનવિભાગ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ પણ સાથે જોડાઈ હતી.મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, 12 વર્ષ પહેલાં અમુક ભાગમાં સફાઈ થઈ હતી પણ 28 વર્ષ બાદ વિશ્વામિત્રી નદીના તમામ પટનીસફાઈ શરૂ કરાવી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ તમામ વિભાગોને સાથે રાખી વિશ્વામિત્રી નદીની સાફ સફાઈની શરૂઆત કરવામાં આવી છે.ફાયરની ટીમો ઝાડના વધુ ભાગો કાપીને દૂર કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...