વિધાનસભા ચુંટણીમાં ઉમેદવારી નોંઘાવવા માટે દસ દિવસમાં 311 જેટલા વ્યક્તિઓ ફોર્મ લીધા હતા, પરંતુ તમામ પક્ષના મળીને ડમી ફોર્મ સહિત 183 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સૌથી વધુ ફોર્મ શહેરમાં અકોટા વિધાનસભા બેઠક પર ડમી ફોર્મ સહિત 28 ફોર્મ ભરવામાં આવ્યા છે. ડબોઇ વિધાનસભામાં સૌથી વધુ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ઉમેદવારી નોંધાવવા માટેનો આજે અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠક માટે કુલ 183 ફોર્મ ભરાયા હતા વડોદરા શહેરની પાંચ બેઠકો પરના ફોર્મની આવતી કાલે સ્કુટિની થશે અને જે તે ઉમેદવારને સ્કુટિની સમયે હાજર પણ રાખવામાં આવશે. અને જે તે ઉમેદવાર પોતે ચુંટણી ન લડવા માગે તો તે ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચે તેવી પણ શક્યતાઓ છે.
સયાજીગંજ વિધાનસભા બેઠક માટે લેવાયેલાં ફોર્મમાંથી સૌથી વધુ ફોર્મ ભરાઇને આવ્યાં | ||
બેઠક | ઉપાડ | ભરાયાં |
વડોદરા શહેર | 55 | 19 |
સયાજીગંજ | 24 | 14 |
માંજલપુર | 84 | 22 |
રાવપુરા | 55 | 16 |
અકોટા | 72 | 28 |
બેઠક | ભરાયાં |
સાવલી | 11 |
કરજણ | 11 |
પાદરા | 17 |
ડભોઈ | 21 |
વાઘોડિયા | 22 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.