તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DGPના આદેશની અસર:રાત્રી કર્ફ્યૂમાં નીકળેલા 36 સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

વડોદરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • ડે.સીએમ અને ડીજીપીના આદેશની રવિવારે અસર જણાઈ

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં શનિવારે શહેરની મુલાકાતે આવેલા ડે.સીએમ નીતિન પટેલની સૂચના તથા રાજ્ય પોલીસ વડાએ પણ આપેલી સૂચનાના પગલે શનિવાર રાતથી જ શહેર પોલીસ તંત્રે માસ્ક વગરના લોકો તથા રાત્રી કર્ફ્યૂનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરી હતી. ખાસ કરીને રવિવારે સાંજ પછી સમગ્ર શહેરના રસ્તા પર મોટો પોલીસ કાફલો ઊતરી પડ્યો હતો અને વાહન તથા માસ્કનું ચેકિંગ શરૂ કર્યું હતું. ચાર દરવાજા વિસ્તારમાં તથા બજારોમાં પોલીસ કાફલાએ માસ્ક વગર નીકળેલા લોકોને રોકીને તેમની પાસેથી દંડ વસૂલ કર્યો હતો.

શનિવારે રાત્રે અલગ અલગ વિસ્તારમાં ફરવા નીકળેલા 36 લોકો સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. ચાર દરવાજા વિસ્તારમાં સાંજના સમયે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરાઇ હતી. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું અને ફરજિયાત માસ્ક પહેરવાની સમજ લોકોને આપવામાં આવી હતી. જે લોકો પાસે માસ્ક ન હતાં તેવા લોકોને પોલીસે માસ્ક આપ્યાં હતાં અને જેમની પાસે માસ્ક હોવા છતાં બેદરકારી દાખવી યોગ્ય રીતે માસ્ક પહેર્યું ન હતું તેવા લોકો પાસેથી પોલીસે દંડ વસૂલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો