તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:હેલ્થ વર્કર પર ચપ્પુથી હુમલો કરનાર પતિ સામે ગુનો દાખલ

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ માંજલપુરની પરિણીતાએ અભયમની મદદ લીધી હતી
 • સોનાનું કડું લાવવાની માગ કરી પતિ સહિતનાં સાસરિયાં દ્વારા ત્રાસ

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતા પાસે દહેજની માંગણી કર્યા બાદ સોનાનું કડું લઇ આવવાની માંગ કરી પતિ અને સાસરિયાએ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. અને ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ચપ્પુનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર હાલમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતી 24 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2019માં યુવરાજસિંહ રણજીત પરમાર સાથે સમાજનાં રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્ર છે. લગ્ન સમયે યુવતીના પિતાએ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ વાસણો, કપડાં, પલંગ અને સોના-ચાંદીના દાગીના આપ્યા હતા. લગ્નના બે મહિના બાદ સાસરિયાઓએ પોત પ્રકાશ્યું હતું અને યુવતીનો પતિ તથા સાસરિયા અવાર નવાર યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપી મેણા ટોણા મારતા હતા. તારા પિયરમાંથી સોનાનું કડું લાવવું પડશે. તારા યુવરાજ સાથે બીજા લગ્ન છે. આ પહેલા પણ લગ્ન કરેલી છોકરીએ કરિયાવર તેના ઘરેથી નહિ લાવતા અમે છૂટાછેડા આપી દીધા છે, તેમ જણાવ્યું હતું.

યુવતીએ માજલપુર પોલીસ મથકે ફરિયાદ કરતાં યુવતીના પિતાએ સંસાર ના બગડે તે માટે સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે ત્યાર પછી પણ સાસરિયાઓએ યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાનગતિ ચાલુ રાખી હતી. પતિએ તારા પિતાના ઘેરથી લાવેલી ચાદર અને પલંગ સળગાવી દેવાની ધમકી આપી હતી, જેથી યુવતી 181 ઉપર ફોન કરતી હતી ત્યારે પતિ રસોડામાંથી ચપ્પુ લઈ આવ્યો હતો અને યુવતીના જમણા પગના થાપા પર મારી દેતાં યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. સાસરિયાઓએ યુવતીના પિતાને જણાવ્યું હતું કે, તમારી છોકરીને લઇ જાવ અને પુત્ર જોઈતો હોય તો રૂપિયા 5 લાખ આપવા પડશે. ફરિયાદના આધારે માજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બનાવ અંગે પોલીસે દ્વારા વિવિધ લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો