ક્રાઈમ:લગ્નની લાલચે દુષ્કર્મ કરનાર યુવક સામે ગુનો દાખલ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી સંમત્તી વગર શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપનારા યુવક વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરાયો છે. લક્ષ્મીપુરા પોલીસ અનુસાર, ફરિયાદી મહિલાએ આક્ષેપ કર્યો છે કે,કલાલી વિસ્તારમાં રહેતો ચિલાગ સુલાખે પત્નીને છુટાછેડા આપવા માટે ફાઈલ તૈયાર કરી દિધી છે. અને ટુંક સમયમાં જ છુટાછેડા થઈ જશે.તેમ જણાવીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. દરમિયાન આરોપીએ વર્ષ 2014 થી વર્ષ 2019 દરમિયાન જુદી જુદી જગ્યાએ લઈ જઈ ફરિયાદી મહિલાની સંમતી વગર શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ ફરિયાદીના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની પણ ધમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...