તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાદરાના રણુમાં આવેલી સંયુક્ત માલિકીની જમીન ખોટા બાનાખતોના આધારે પચાવી પાડ્યા બાદ જમીનમાં ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ કરીને ગેરકાયદે બાંધકામ કરી દેનારા ઇપ્કા કંપનીના ચેરમેન, જોઇન્ટ એમડી અને 2 એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસને બનાવના સંબંધમાં વિવિધ લોકોની પુછપરછ પણ શરૂ કરી છે.
રણુની બાપુજીની ખડકીમાં રહેતા હિરલ ચંદુભાઇ પટેલે પાદરા પોલીસમાં ઇપ્કા કંપનીના ચેરમેન અને એમડી પ્રેમચંદ ગીગાલાલ ગોધા (રહે, ઓબેરોય સ્કાઇહાઇટ, અંધેરી) જોઇન્ટ એમડી અજીત કુમાર જૈન (રહે, ઓજોન રુસ્તમજી ટાવર, ગોંરેગાંવ) તથા એકઝીકયુટીવ ડાઇરેટકરો પ્રશાંત પ્રેમચંદ ગોધા (રહે, ઓબેરોય સ્કાયહાઇટ, અંધેરી) અને પ્રણય પ્રેમચંદ ગોધા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે રણુમાં તેમની સંયુકત માલિકીની જમીન આવેલી છે.
આ જમીન મૂળ માલિક રાવજીભાઇ પટેલ અને ભાઇલાલ ભાઇ પટેલ પાસેથી નક્કી કર્યા મુજબની રકમ ચુકવીને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી 2015માં ખરીદી હતી. વેચાણ નોંધની વિરુદ્ધમાં ભાઇલાલ ભાઇ પટેલે નાયબ કલેકટર વડોદરા ગ્રામ્ય સમક્ષ કરી હતી જેમાં ત્રાહિત પક્ષકાર તરીકે ઇપ્કા લેબોરેરી પ્રા.લી ના અધિકારી હાજર થઇ જવાબ આપી રજુઆત કરી હતી કે જમીનનો કબજો ત્રાહિત પક્ષકાર પાસે છે.
જેમાં વપરાશ માટે તેમણે બોરવેલ બનાવ્યો છે અને જીઇબીનું ટ્રાન્સફોર્મર છે તથા કંપનીના વપરાશ માટે ડિઝલ ટેન્કનો થોડો ભાગ પણ છેત્યારબાદ નાયબ કલેકટરે ઇપ્કા કંપની અને ભાઇલાલ પટેલની રજુઆત ધ્યાને ના લઇને અપીલ નામંજુર કરી ફેરફાર નોંધ ને પ્રમાણીત કરતો સર્કલ ઓફિસર પાદરાનો નિર્ણય કાયમી રાખ્યો હતો.
તેમણે જમીન માપણી ફી ભરી માપણીનો રિપોર્ટ આવતા ઇપ્કા કંપનીએ દબાણ કરી જમીનનો કબજો કર્યો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કર્યા બાદ 2015માં તે જમીનમાં ખેતીકામ કરવા જતાં ઇપ્કા કંપનીના ચેરમેન જોઇન્ટ ઓમડી તથા બે એખજીકયુટીવોએ જમીન પચાવી હતી.
ત્યારબાદ તેમણે લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ જીલ્લા કમિટી સમક્ષ અરજી કરી હતી આ જમીન હિરલ પટેલ અને મિતેશસિંહ સોલંકીના સંયુકત નામે ચાલે છે પણસ્થળ પર બાનાખત આધારે ઇપ્કા કંપનીનો અનઅધીકૃત કબજો છે.જમીનનો કબજો ઇપ્કા કંપની પરત સોંપવા તૈયાર છે તેવું બે વાર જાહેર કરાયા બાદ જમીનનો કબજો સોંપવા સહમત નથી તેમ પણ જણાવ્યું હતું. જેથી જીલ્લા કમિટીએ રિપોર્ટને ધ્યાનમાં લઇ ઇપ્કા કંપનીના સંચાલકો સામે પોલીસમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.