તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીગલ:કોર્ટમાં મેન્યુઅલ ફાઇલિંગના પહેલા દિવસે ચેક રિટર્નના 25 કેસ દાખલ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને પગલે માર્ચ મહિનાથી કોર્ટ કાર્યવાહી બંધ હતી
  • પ્રથમ દિવસે સિવિલ અપીલ 1 અને એમએસીટીના 7 કેસ પણ દાખલ થયા હતા

માર્ચ મહિનાથી કોર્ટ કાર્યવાહી બંધ હોવાથી લાંબા સમયથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તેમજ રાજ્યના વિવિધ વકીલ મંડળ દ્વારા કોર્ટમાં મેન્યુઅલ ફાઇલિંગ શરૂ કરવા અને કોર્ટ કાર્યવાહી રાબેતા મુજબ શરૂ કરવા માગણી કરાતી હતી. હાઇકોર્ટે તા.4થી કોર્ટમાં મેન્યુઅલ ફાઇલિંગ શરૂ કરવાની સુચના આપતાં આજે વડોદરાની કોર્ટમાં પહેલા દિવસે ચેક રિટર્નની 25 ફરિયાદો દાખલ થઇ હતી.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય અને એનરોલમેન્ટ કમિટીના ચેરમેન એડવોકેટ નલીન પટેલે જણાવ્યું હતું કે, બીસીજી દ્વારા લાંબા સમયથી કોર્ટમાં મેન્યુઅલ ફાઇલિંગ શરૂ કરવા તેમજ કોર્ટ કાર્યવાહી શરૂ કરવા રજૂઆત કરાતી હતી. ચીફ જસ્ટિસ સાથે બીસીજીના સભ્યોએ વીડિયો કોન્ફરન્સ યોજીને પણ રજૂઆત કરી હતી. આખરે કોર્ટમાં આજથી મેન્યુઅલ ફાઇલિંગ શરૂ થયું છે અને આશા છે કે, નજીકના સમયમાં જ કોર્ટ રાબેતા મુજબ શરૂ થઇ જશે. જ્યારે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું કે, આજે મેન્યુઅલ ફાઇલિંગના પ્રથમ દિવસે ચેક રિટર્નની 25, સિવિલ અપીલ 1 અને એમએસીટીના 7 કેસ દાખલ થયા હતા. કોર્ટમાં આજે મેન્યુઅલ ફાઇલિંગ શરૂ થતાં બીસીજીના સભ્ય નલીન પટેલ, રણજીતસિંહ રાઠોડ તેમજ એટવોકેટ હર્ષદ પરમાર અને નીમીષા ધોત્રે સહિતના વકીલોએ આજે વકીલો માટે માસ્ક, ગ્લવ્ઝ અને સેનેટાઇઝરનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...