વિવાદ:શંકરબાગની મિલકત અને લાઇટ બિલ મુદ્દે મારામારી, બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવાઈ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાની પુત્રીને કપાળ પર લાકડી માર્યાનો આક્ષેપ

માંજલપુરના શંકરબાગમાં આવેલા મકાનની મિલકત અને લાઈટ બિલ ભરવા બાબતે ઝઘડો થતાં 2 પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જીઆઈડીસી શાક માર્કેટ પાસે શંકરબાગ સોસાયટીમાં રહેતાં ધર્મીબેન સરોજનો આક્ષેપ છે કે, સુમનબેન પાસવા (માણેજા હાઉસિંગ બોર્ડ), રાનીબેન રાઠોડ, કિરણબેન કટારા અને ઉષાબેન સેતવાસ (ત્રણેય અલવાનાકા, માંજલપુર)એ 10 નવેમ્બરે સવારે 10 વાગે તેમના પિતાની શંકરબાગ ખાતેની મિલકત બાબતે ઝઘડો કરીને મારામારી કરીને તેમની છોકરીને કપાળના ભાગે લાકડી મારી હતી.

જ્યારે કિરણબેન કટારાએ સુરજ સરોજ અને ધર્મીબેન (સંજયવાડી, જીઆઈડીસી રોડ) સામે આક્ષેપ કર્યો કે, શંકરબાગ સ્થિત સુરજ અને ધર્મીબેનના મકાનનું ગત માસનું લાઈટ બિલ તેમના પિતાએ ભર્યું હતું. ચાલુ મહિનાનું બિલ આવતાં બોલાચાલી કરી સુરજ અને ધર્મીબેને કિરણબેન સાથે મારામારી કરી હતી. માંજલપુુર પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...