તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ્પસમાં અફરાતફરી:શહીદોને શ્રદ્ધાંજલી આપવા મુદ્દે યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો વચ્ચે છુટા હાથે મારામારી

વડોદરા3 મહિનો પહેલા
  • મામલો ઉગ્ર બને તે પહેલાં વિજિલન્સ વિભાગ દ્વારા કાર્યકરોને છુટા પાડી મામલો થાળે પાડ્યો હતો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શહીદોને પ્રથમ શ્રદ્ધાંજલી આપવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે મામલો ઉગ્ર બને તે પહેલાં વિજિલન્સ વિભાગ દ્વારા કાર્યકરોને છુટા પાડી મામલો થાળે પાડ્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે, આજે શહીદ દિન હોવાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા શહિદ ભગતસિંહ, સુખદેવ સિંહ અને રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એજી યુએસ દ્વારા યુનિટ બિલ્ડીંગ ખાતે રાખવામાં આવ્યો હતો. બન્ને વિદ્યાર્થી સંગઠન દ્વારા શહીદોને પ્રતિમાઓને પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવાના મુદ્દે મામલો બિચક્યો હતો. જેમાં બંને સંગઠનના વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા અને મારામારી પર ઉતરી ગયા હતા. શહીદો ની પ્રતિમા પાસે જ વિદ્યાર્થી સંગઠન દ્વારા મારામારી થતા ભાગદોડ મચી ગઇ હતી.

પોલીસે વિદ્યાર્થીઓને છુટા પાડી મામલો થાળે પાડ્યો હતો
પોલીસે વિદ્યાર્થીઓને છુટા પાડી મામલો થાળે પાડ્યો હતો

પોલીસ કાફલો દોડી આવ્યો
વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મામલો ઉગ્ર બને તે પહેલા જ વિજિલન્સના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને છુટા પાડી મામલો થાળે પાડ્યો હતો. આ સાથે આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને થતાં પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

વિદ્યાર્થી સંગઠનોએ કરેલા અશોભનિય વર્તન કરતા કેમ્પસમાં ચકચાર મચી ગઇ હતી
વિદ્યાર્થી સંગઠનોએ કરેલા અશોભનિય વર્તન કરતા કેમ્પસમાં ચકચાર મચી ગઇ હતી

વિદ્યાર્થી સંગઠનોએ પોતે પ્રથમ શહીદોનની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે આવ્યાં હોવાનો દાવો કર્યો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓ કેસરી ઝંડા સાથે પુષ્પાંજલિ આપવા પહોંચ્યા હતા. શહિદ દિને પ્રથમ શહિદોને પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવાની હોડમાં વિદ્યાર્થી સંગઠનોએ કરેલા અશોભનિય વર્તન કરતા કેમ્પસમાં ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...