મારામારી:વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મહેમાને રસ્તામાં સાઇકલ મૂકતા બે પરિવાર વચ્ચે મારામારી, સામ-સામે ફરિયાદ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણીગેટ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
પાણીગેટ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • બંને પક્ષના 8 લોકો સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

વડોદરા શહેરના પાણીગેટ ચૌધરીવાડ શાબરી મસ્જીદ પાસે રસ્તામાં સાઇકલ મૂકવા બાબતે વિવાદ બાદ બે પરિવાર વચ્ચે મારમારીની ઘટના બની હતી. આ મામલે સામ-સામે ફરિયાદ નોંધાઇ છે.

સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વડોદરાના સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ચૌધરીવાડ શાબરી મસ્જીદ પાછળ રહેતા ઇકબાલ યુસુફભાઇ સારંખાવાલાને ઘરે તેમના સાઢુ ભાઇ સલીમભાઇ સાઇકલ લઇને મહેમાન તરીકે આવ્યા હતા. તેમની સાઇકલ ઘરની સામે રહેતા ઝહિરભાઇ વકીલના મકાન પાસે મુકી હતી. આ દરમિયાન યુનુસભાઇ યુસુફાઇ મેટરવાલા અને મહંમદઆરીફ યુસુફફાઇ મેટરવાલા ત્યાંથી પસાર થયા હતાં. જેથી આ રસ્તા મુકેલી સાઇકલ મામલે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને મારીમારી સુધી મામલો પહોંચ્યો હતો. જેમાં બંને પક્ષે સામ-સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બંને પક્ષે નોંધાયેલ ફરિયાદના આરોપીઓ

  • યુનુસભાઇ યુસફભાઇ મેટરવાલા
  • મહંદ આરીફ યુસુફભાઇ મેટરવાલા
  • મહંમદ હનીફ
  • મહંમદ હુસેન
  • ઇકબાલ યુસુફભાઇ સારંખાવાલા
  • ઇમરાન
  • સલીમ ગનીભાઇ
  • સાહીલ ઉર્ફે સન્નાટો
અન્ય સમાચારો પણ છે...