વિવાદ:4 મહિના વાપર્યા પછી ટેમ્પો પરત કરવા જતાં ઝઘડો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાડીમાં રહેતા 3 જણાએ મોગલવાડાના યુવક પાસેથી 3.43 લાખમાં ટેમ્પો ખરીદ્યા બાદ 4 માસ સુધી તેનો ઉપયોગ કરી ટેમ્પો પરત આપવા ગયા હતા. યુવકે ટેમ્પો પરત લેવાનો ઇનકાર કરતાં ત્રણે જણાયે તેને માર માર્યો હતો.મોગલવાડામાં રહેતા અબ્દુલ રજાક અબ્દુલકાદર કાજલ વાલાએ વાડીમાં રહેતા મહંમદ ઇલીયાસ અબુ બકર ખેરુવાલા, આફતાબ મહંમદ ઇલીયાસ ખેરુવાલા અને ઇફ્તેખાર મહમદ ઇલિયાસ ખેરુવાલા સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, આ લોકોને તેણે 4 મહિના પહેલાં આઈસર ટેમ્પો 3.43 લાખમાં વેચાણે આપ્યો હતો. તેમણે પૈસા પણ પૂરેપૂરા આપી દીધા હોવાથી ગાડીના કાગળો સોંપ્યા હતા અને ગાડી ઈફ્તિખારના નામે પણ થઇ ગઇ હતી. ત્યારબાદ ત્રણેય જણાએ યુવકને ગાડી પાછી લઈ લેવા જણાવતાં યુવકે ટેમ્પો પાછો ન લેવાની ના પાડતાં ત્રણે જણાએ તેના ઘરે આવી ઝઘડો કરી માર માર્યો હતો અને પરિવારને ધમકી આપી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...