તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વોર્ડ 3ની કચેરીમાં કર્મી અને અરજદાર વચ્ચે મારામારી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા નગરપાલિકા - Divya Bhaskar
વડોદરા નગરપાલિકા
  • કામ પતાવવા મુદ્દે બોલાચાલી બાદ મામલો બિચક્યો

પાલિકાના વહીવટી વોર્ડ નંબર ત્રણ ની કચેરીમાં એક કર્મચારી અને કેટલાક નાગરિકો વચ્ચે કચેરીમાં જ છૂટા હાથની મારામારી થતા ભારે વિવાદ સર્જાયો છે. પાલિકાના દક્ષિણ ઝોનમાં આવેલા વહીવટી વોર્ડ નંબર ત્રણ ના એક કર્મચારીએ કેટલાક નાગરિકોના કામ અંગે રસ દાખવ્યો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં આ કર્મચારીએ કામની પતાવટ ન કરતાં નાગરિકોએ વોર્ડ કચેરીમાં આક્રોશ ઠાલવ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી .જેનું પરિણામ છૂટાહાથની મારામારી સુધી પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે પાલિકાના વહીવટી વોર્ડ નંબર 3 ના વોર્ડ ઓફિસર જયદીપ વાળાએ જણાવ્યું હતું કે મારા વોર્ડના રેવન્યુ કે સેનેટરી સ્ટાફને કોઈ સાથે મારામારી થઈ નથી અને આવી કોઈ ઘટના બની હોય તેવું મારા ધ્યાન પર નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો