ગડદાપાટુનો માર:તાંદલજામાં દુકાનના ભાડા મુદ્દે 3 નણંદો-ભાભી વચ્ચે મારામારી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઇ-ભાભી-નણંદોની અટક બાદ જામીન પર છોડાયાં
  • પૈતૃક દુકાનોનું ભાડું કોણ લેશે તે અંગે ભાંજગડ થતાં મામલો બિચક્યો

તાંદલજા વિસ્તારમાં પિતૃક દુકાનોના ભાડા લેવાના મુદે ત્રણ નણંદે માર માર્યાની ફરિયાદ ભાભીએ નોંધાવી હતી, સામે નણંદે ભાડાના મુદે ભાભી-ભાઈએ ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતાં જે.પી.રોડ પોલીસે તપાસ હાથ ધરી પાંચ આરોપીની અટક બાદ જામીન પર છુટકારો થયો હતો. પોલીસ મુજબ સલમાબાનું મો.ફારુક મણિયારે (ઉ.44,રે.મુઝમીલ પાર્ક, તાંદલજા) નણંદ સમીમ બાનું વ્હોરા, રે.સારસા, નાજેરાબાનું મણિયાર (રે.હાથીખાના) અને નફીસાબાનું કાનુનગો (રે.અંકલેશ્વર) સામે ફરિયાદ નોંધાવી છે.

23 એપ્રિલે સસરાના નિધન બાદ 3 નણંદો ભાઈના ઘેર રહેવા લાગી હતી. ત્રણેવ પિતાની માલીકીની દુકાનોનું ભાડું લેવા ગઇ ત્યારે ભાડુઆતોએ ભાડું ન આપતાં ઘેર આવીને ત્રણેવે ભાભી સલમાબાનુંને માર માર્યો હતો તેવી ફરિયાદ સલમાબાનુંએ નોંધાવી હતી.

બીજી બાજુ સલમાબાનું સામે નણંદ સમીમબાનું વ્હોરાએ ફરિયાદ નોંધાવી હતી કે ‘પિતાના અવસાન બાદ દુકાનોનું ભાડું ત્રણેવ નણંદો અમે લેવા માટે દુકાનદારો પાસે ગયા હતા. ત્યારે ભાડું આપ્યું ન હતું. જેથી નણંદો ભાઈ-ભાભી સાથે આ અંગે દુકાનોના ભાડા અને મિલકતના ભાગ અંગે વાતચીત કરવા ગયા હતા. ત્યારે ભાઈ-ભાભીએ તકરાર કરી ગડદાપાટુનો માર માર્યો હતો. સમીમ બાનુંની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે તપાસ હાથ ધરી હતી,ભાઈ-ભાભીની અને ત્રણેવ નણંદોની અટક બાદ પાંચેવનો જામીન પર છુટકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...