તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:કોરોનાની મહામારીને કારણે અબુધાબીમાં વડોદરા સહિતના 50 યુવકો ફસાયા

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના યુવાનોને મુંબઈના કોન્ટ્રાક્ટર દ્વારા અબુધાબીની ઇસકો કંપનીમાં કામ કરવા લઇ ગયો હતો. કોરોનાની મહામારીને કારણે કે અન્ય કારણોસર કંપની સંચાલકો દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે વડોદરા 50 સહિતના લોકો પરત આવવા માગે છે, પરંતુ પાસપોર્ટ અને પૈસા બધું કોન્ટ્રાક્ટર પાસે હોવાના કારણે હવે સરકારી તંત્ર તરફથી મદદની રાહ જોઈ રહ્યા છે. અબુધાબીમાં ફસાયેલા અંકિતે પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, માર્ચમાં અમે લોકો અહીંયાં આવ્યા હતા. મુંબઈની કન્સલ્ટન્સી કંપની દ્વારા અમારો ઇન્ટરવ્યૂ લઇને અમને અહીંયાં લાવવામાં આવ્યા હતા. અમે અબુધાબીમાં ઇસકો કંપનીમાં કામ કરતા હતા. અહીંયાં આવ્યા બાદ એક મહિના જેટલો સમય કામ કર્યું, બાદમાં અમને ઘરે બેસાડી દીધા છે. અત્યારે કંપની મેનેજમેન્ટ પૈસા પણ નથી આપતું કે ફરી ક્યારે કામ કરવાનું શરૂ કરવાનું છે તે અંગે કોઈ જાણકારી આપતું નથી. અમે આખો દિવસ ઘરમાં પસાર કરી રહ્યા છીએ. અમે અહીંયાં ફસાઈ ગયા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો