તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનની રામાયણ:વડોદરામાં ઉતાવળે શરૂ કરેલા વેક્સિનેશન અભિયાનનો ફિયાસ્કો, વેક્સિનનો જથ્થો ખૂટી પડતા 45+નું વેક્સિનેશન બંધ કરાયું

વડોદરા2 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડોદરામાં અપૂરતો જથ્થો હોવાના કારણે 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતી વ્યક્તિને વેક્સિન મળી શકશે નહીં - Divya Bhaskar
વડોદરામાં અપૂરતો જથ્થો હોવાના કારણે 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતી વ્યક્તિને વેક્સિન મળી શકશે નહીં
 • રસીનો જથ્થો ખૂટી પડવાની ભીતિથી રાતોરાત 76 સેન્ટર પૈકી 38 સેન્ટર બંધ કરી દેવાયા છે

વડોદરા સહિત રાજ્યમાં અપૂરતા જથ્થા સાથે શરૂ થયેલી વેક્સિનેશનની પ્રક્રિયામાં અવરોધ ઉભા થયા છે. અપૂરતો જથ્થો હોવાથી બઘાં લોકોને વેક્સિન મળી રહી નથી. તેવામાં હવે અપૂરતો જથ્થો હોવાના કારણે 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતી વ્યક્તિને વેક્સિન મળી શકશે નહીં, તેવી જાહેરાત વડોદરા મ્યુનિસિપલ કમિશનરે કરી છે. વેક્સિનનો જથ્થો આવ્યા બાદ વેક્સિનેશન પુનઃ કાર્યરત કરવામાં આવશે.

ઉતાવળે શરૂ કરાયેલા અભિયાનનો વેક્સિનના અભાવે ફિયાસ્કો થયો
કોરોના સંક્રમણની બીજી લહેરમાં વિકટ બનતી જતી પરિસ્થિતિ વચ્ચે લોકોને વેક્સિન લેવી છે, પરંતુ, ઉતાવળે શરૂ કરાયેલા અભિયાનનો વેક્સિનના અભાવે ફિયાસ્કો થઇ રહ્યો છે. ખાનગી હોસ્પિટલો અંગે સરકારના વિચિત્ર નિર્ણયના કારણે તેમણે વેક્સિનેશન બંધ કર્યું છે અને સરકારી અર્બન સેન્ટરો પર વેક્સિનનો પુરતો જથ્થો નથી. બીજી તરફ વેક્સિનેશનના રજીસ્ટ્રેશનમાં ટેક્નિકલ ખામી તેમજ પૂરતા જથ્થા વિના શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશને કારણે લોકો વેક્સિનેશનથી વંચિત થઇ રહ્યાં છે.

76 સેન્ટર પૈકી 38 સેન્ટર રાતોરાત બંધ કરી દેવાયા
પાલિકા દ્વારા 18થી 45 વર્ષના યુવાનોને અપાતી રસીનો જથ્થો ખૂટી પડવાની ભીતિથી રાતોરાત 76 સેન્ટર પૈકી 38 સેન્ટર બંધ કરી દેવાયા હતાં. જ્યારે 45 વર્ષથી ઉપરના માટે કાર્યરત ખાનગી હોસ્પિટલોને કામગીરી બંધ કરવાનો આદેશ કરી તેમની પાસેનો બાકી રહેલો જથ્થો પરત લઇ લેવાયો છે, જેને પગલે અગાઉ એક ડોઝ મુકાવી ચૂકેલા નાગરિકોની પણ હાલત કફોડી થઈ રહી છે. વડોદરા શહેરમાં 45 વર્ષથી ઉપરના નાગરિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલી રસી અને 18 વર્ષથી ઉપરના માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવેલી રસી આપવામાં આવી રહી છે.

રસીકરણ બંધ કરવું પડે તેવી નોબત સર્જાવાની ભીતિ
રાજ્ય સરકાર દ્વારા અપાતો જથ્થો પૂરતો ન હોવાથી રસીકરણ બંધ કરવું પડે તેવી નોબત સર્જાવાની ભીતિ સર્જાઈ છે. જેથી પાલિકા દ્વારા 76 સેન્ટરના બદલે માત્ર 38 સેન્ટર ચાલુ રાખી 100 સ્લોટમાં 7600 લોકોને અપાતી રસીમાં ઘટાડો કરી હવે માત્ર 3800 યુવાનોને રસી આપવાનો નિર્ણય કર્યો છે. ખાનગી હોસ્પિટલ બંધ થતાં અગાઉ એક ડોઝ મુકાવી ચૂકેલા લોકોને હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં બુકિંગ ન મળતાં હેરાન થવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો