તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:આ વર્ષે ફટાકડા ઓછા ફૂટ્યા! દિવાળીના બીજા દિવસે પ્રદૂષણની માત્રા ઓછી નોંધાઇ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાએ 8 સ્થળે મૂકેલા સેન્સર મશીનના ડેટા મુજબ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું
 • માત્ર છાણી ટોલનાકા સ્થિત સેન્સર મશીન પર 42% વધુ પ્રદૂષણ નોંધાયું

આ વર્ષે દિવાળીએ ભલેને ફટાકડા ઓછા ફુટ્યા હોય પણ દિવાળીની રાતની સરખામણીએ પડતર દિવસે રવિવારે સવારે પ્રદુષણ બિલકુલ ઓછું નોંધાયું હતું. શહેરના માત્ર એક જ સ્થળ છાણી ટોલનાકાએ જ 42% પ્રદુષણ વધ્યું હોવાનું નોંધાયું છે.

પાલિકા દ્વારા પ્રદુષણ માપવા માટે મૂકાયેલા મશીનોના માય વડોદરા એપમાં નોંધાયેલા ઓનલાઇન ડેટાના આધારે આ હકીકત બહાર આવી છે. એટલું જ નહીં કાર્બન મોનોકસાઇડનું પ્રમાણ પણ રાતની સરખામણીએ ઘટ્યું હતું. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડમાં સહેજ જ વધારો નોંધાયો હતો.

દિવાળીની રાત્રે શહેરભરમાં ફટાકડા ફૂટ્યાં પણ 10.45 કલાકે અને રવિવારે સવારે 10.45 કલાકે પાલિકા દ્વારા શહેરમાં 8 સ્થળોએ હવાનું પ્રદુષણ માપવા માટે મૂકાયેલા સેન્સર મશીનોના ડેટા મુજબ સવારે 10.45 વાગ્યાના સુમારે શહેરમાંથી પ્રદુષણ સાવ જ ઓછું થઇ ગયું હતું. કેટલાક વિસ્તારોમાં માત્ર સલ્ફર ડાયોક્સાઇડની માત્રા વધુ નોંધાઇ હતી. જ્યારે 10 માઇક્રોનના હાનિકારક રજકણો પણ 50 ટકાથી માંડીને 20 ટકા જેટલા ઓછા થઇ ગયા હતા.

શહેરના ભરચક મંગળબજાર જેવા વિસ્તારમાં રાત્રે 10 માઇક્રોનના રજકણોની માત્રા 252.97 નોંધાઇ હતી જે સવારે 94.84 થઇ ગઇ હતી. મકરપુરા જીઆઇડીસીમાં તો પાલિકાના સેન્સર મુજબ દિવાળીની રાત્રે બાપોદ કરતા પાંચમા ભાગના જ 10 માઇક્રોન પાર્ટિકલ્સ હતા અને જીઆઇડીસીમાં સવારે આ કણોની માત્રા છઠ્ઠાભાગની હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમ મુજબ 10 માઇક્રોનના કણોની માત્રા 100થી વધુ ન હોવી જોઇએ જે દિવાળીની રાત્રીએ તમામ 8 સ્ટેશનમાં તેનાથી વધુ એટલું જ નહીં બાપોદમાં 7 ગણા કરતા વધુ અને ટ્રાન્સપેક વિસ્તારમાં 6 ગણી હતી.

વડોદરામાં 24 કલાક મોનિટરિંગવાળું મશીન મૂકાયું જ નથી
અમદાવાદ, સુરતમાં પ્રદુષણની ગુણવત્તાનું 24 કલાક આપમેળે મોનિટરિંગ કરે તેવા સેન્સર મશીનો છે. વડોદરામાં આ મશીન મૂકાય તેવી કોઇએ તસ્દી લીધી નથી. તેથી વડોદરાવાસીઓ કેટલી ઝેરી હવા લઇ રહ્યાં છે તેના સતત ઓનલાઇન ડેટા સંબંધિત કેન્દ્રીય એજન્સીને મળતા નથી. પર્યાવરણ કર્મશીલ રોહીત પ્રજાપતિએ આ વિશે જણાવ્યું કે, ‘ આ ડેટા બતાવે છે કે, પ્રદુષણ વધ્યું જ છે. પણ છાણી ટોલનાકાના બદલે રહેણાંક વિસ્તારોમાં મોનિટરિગ જરૂરી છે.

કયા વિસ્તારમાં કેટલું પ્રદૂષણ નોંધાયું ?

વિસ્તાર10 માઇક્રોનના રજકણોકાર્બન મોનકસાઇડ
મંગળબજાર

રાત્રે 252.97

સવારે94.84

O.97

0.44

ગોરવા

રાત્રે 189.52

સવારે 62.52

0.30

0.13

જાંબુઆ

રાત્રે 221.69

સવારે 44.83

0.43

0.33

ટ્રાન્સપેક વિસ્તાર

રાત્રે 586.62

સવારે 174.41

0.24

0.11

બાપોદ

રાત્રે 724.1

સવારે 131.61

0.14

0.14

અટલાદરા

રાત્રે179.75

સવારે34.92

0.41

0.25

છાણી ટોલનાકા

રાત્રે 219.69

સવારે 312.03

0.56

0.52

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો