તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:ડેન્ગ્યુના નવા 20 કેસ સાથે તાવના 682 દર્દીઓ મળ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના નવા 3 કેસ નોંધાયા
  • 26 સાઇટ અને હોસ્ટેલ-સ્કૂલમાં ચેકિંગ,1ને નોટિસ

શહેરમાં શનિવારે કોરોનાના નવા 3 કેસ નોંધાયા હતા. જયારે 4 દર્દી સાજા થતાં રજા અપાઇ હતી. બીજી તરફ હવે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. શનિવારે ડેન્ગ્યુના 20 અને ચીકનગુનિયાના 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 134 કેસ નોંધાયા હતા. તદુપરાંત 682 લોકોને તાવની ફરિયાદ હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે. ટાઇફોઇડનો 1 અને કમળાના 2 કેસ આવતા તંત્ર દોડતું થયું છે.

શનિવારે પાલિકાની ટીમો દ્વારા 16,825 ઘરોમાં તપાસ કરાઇ હતી. જેમાં 73 જેટલા કેસોમાં ઝાડા-ઉલ્ટીની બીમારી હોવાનું ચોપડે નોંધાયું છે. પાલિકા દ્વારા 20 કન્સ્ટ્રકશન અને 6 હોસ્ટેલ અને સ્કૂલમાં ચેકિંગ કરી મચ્છરોના ઉત્પત્તિ સ્થાન ધરાવતી 1 સાઈટને નોટિસ ફટકારી હતી.

કયા વિસ્તારમાં સૌથી વધુ અસર

  • ડેન્ગ્યુ : અકોટા, ગોત્રી-5, કિશનવાડી, નવીધરતી, મકરપુરા, દિવાળીપુરા, સુભાનપુરા, તરસાલી-2, માણેજા, ગોરવા-4.
  • ચિકનગુનિયા : ગોત્રી-2, માંજલપુર, નવીધરતી.
  • કમળો : જેતલપુર, નવાયાર્ડ.
  • ટાઇફોઇડ : તાંદલજા
અન્ય સમાચારો પણ છે...