તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:SY-TYના વિદ્યાર્થીઓને હજી ફી રિફંડ કરાઈ નથી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020માં ફીમાં રાહત આપવા નિર્ણય કરાયો હતો

MSU દ્વારા વર્ષ 2020માં કોરોના મહામારી સમયે વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાનો નિર્ણય કરાયો હતો. જેમાં જે વિદ્યાર્થીઓએ પૂરેપૂરી ફી ભરી હતી તેમને રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી ફી પરત કરાઇ નથી.

કોમર્સ ફેકલ્ટીના એસવાય અને ટીવાયના 2 હજાર વિદ્યાર્થીઓએ પૂરેપૂરી ફી ભરી હતી. જેમાં મેઇન, ગર્લ્સના વિદ્યાર્થીઓને રૂા.1500 અને યુનિટ બિલ્ડિંગ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂા.2 હજાર રિફંડ આપવા જાહેરાત કરાઇ હતી. જોકે યુનિ. દ્વારા હજુ ફી રિફંડ કરાઈ નથી. ટીવાય બીકોમની તો પરીક્ષા પણ પૂરી થઇ ગઇ છે છતાં રિફંડ મળ્યું નથી. યુનિ. દ્વારા જાહેરાતો કરી દીધા પછી કોઇ પણ પ્રકારનો અમલ કરવામાં આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...