તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:બીમારીથી કંટાળી ગયેલા આધેડે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો પહેલાં કૂતરું કરડ્યા બાદ હાલ પગમાં સડો થયો હતો
  • મૃતક મકરપુરા GIDCની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા

વડોદરા શહેરના દંતેશ્વર નજીક આવેલા અનુપમ નગરમાં રહેતા આધેડ દંતેશ્વર તળાવ પાસે ઝેરી દવા ગટગટાવતા તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બીમારી ના ત્રાસથી તેણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના દંતેશ્વર પાછળ આવેલા અનુકૂળ નગરમાં 42 વર્ષના કિરણ કાલે રહેતા હતા. તેઓ મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. રવિવારે સવારે કંપનીમાં જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓએ દંતેશ્વર તળાવ નજીક ઝેરી દવા ગટગટાવી લેતાં તાત્કાલિક સારવાર અર્થે તેઓને સ્થાનિક લોકોએ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જયા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે મકરપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી.

કિરણભાઈને વર્ષો પહેલા પગમાં કૂતરું કરડ્યું હતું અને હાલમાં તેઓના પગમાં સડો થયો હોવાથી તેઓ પરેશાન હતા. આમ, પગમાં સડો થવાના કારણે તેઓ પરેશાન રહેતા હતા અને બિમારીથી તેઓ કંટાળી ગયા હોવાના કારણે તેણે ઝેરી દવા પી લીધી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...