ટ્રાફિક સમસ્યા:ચકલી સર્કલ પાસે બ્રિજમાં અપ-ડાઉન વિંગના કામ વેળા ટ્રાફિક જામની ભીતિ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નો પાર્કિંગ, રોડ પર વાહન ઊભાં ન રહે તે જોવા ACP ટ્રાફિકને પત્ર

ગેંડા સર્કલથી મનીષા ચોકડી બ્રિજનું કામકાજ ચકલી સર્કલથી મલ્હાર ચાર રસ્તામાં આગળ વધશે ત્યારે ટ્રાફિક જામ થશે તે નક્કી છે. હેવમોર સર્કલ ઉપર બ્રિજના 40 મીટરના સ્પાનનું કામ શરૂ કરવા દબાણ ખસેડવા સંકલન કરાયું છે, પણ નિર્ણય ન થતાં તેના વિકલ્પે કામ કરવાનું આયોજન હાથ ધરાયું છે.

ચકલી સર્કલથી મલ્હાર ચાર રસ્તા સુધી સુપર સ્ટ્રક્ચરનું કામ ચાલુ છે. હવે રાજલક્ષ્મી સોસાયટી તેમજ ફરસાણની દુકાન પાસે અપ અને ડાઉન વિંગનું કામ શરૂ કરવાનું છે ત્યારે બેરિકેડિંગને બહારની તરફ કરવા જરૂરી છે. જેથી બ્રિજ પ્રોજેક્ટ વિભાગે ટ્રાફિક શાખાના મ.પોલીસ કમિશનરને પત્ર લખી જણાવ્યું કે, આ સ્થળે ટ્રાફિક જામ ન થાય,રોડ પર વાહન પાર્ક ન થાય તેમજ નો-પાર્કિંગ ઝોનનો અમલ થાય તેવી કાર્યવાહી થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...