તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવુ સોશિયલ ડિસ્ટન્સ:વડોદરામાં આત્મનિર્ભર યોજનાની સહાય માટે લાઇનો લાગતા કોરોના વિસ્ફોટનો ભય, પાલિકાએ જ નિયમો તોડ્યા

વડોદરા10 મહિનો પહેલા
પાલિકાની કચેરી બહાર આત્મનિર્ભર યોજનાની સહાય માટે લાઇનો લાગતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો છે - Divya Bhaskar
પાલિકાની કચેરી બહાર આત્મનિર્ભર યોજનાની સહાય માટે લાઇનો લાગતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો છે
  • સરકારી યોજનાનો લાભ લેવા ટોળા ભેગા થઇ જતા કોરોના સંક્રમણ વધવાની શક્યતા
  • લોકો સવારે 6 વાગ્યાથી લાઇનો લગાવે છે, ત્યારે ફોર્મ મેળવવા માટે બપોરે એક વાગ્યે વારો આવે છે

તંત્ર એક તરફ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની વાતો કરે છે, ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની કચેરી બહાર જ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી રહ્યા છે. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી વોર્ડ નં-8ની કચેરીમાં આત્મનિર્ભર યોજના માટેના ફોર્મ મેળવવા લાંબી-લાંબી લાઇનો લાગી રહી છે. આ દરમિયાન કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાલિકાની કચેરીમાં જ સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું નથી અને પાલિકાની કચેરીમાં જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જે કોરોના વિસ્ફોટોનું કારણ બની શકે છે.

તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવમાં કોરોનાના નિયમોનો ભંગ થાય છે
વડોદરા શહેરની વોર્ડ નં-8 ઓફિસ પર વહેલી સવારથી જ લાંબી લાઇનો લાગી છે. લારી, ગલ્લા અને પાથરણાવાળાઓ લાગી સવારથી મોટી લાઇન કરી છે. લોન ધારકોએ સવારે 6 વાગ્યાથી જ અડિંગો જમાવ્યો હતો, ત્યારે તેમનો બપોરે એક વાગ્યા સુધીમાં નંબર લાગ્યો હતો, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે તંત્ર દ્વારા કેમ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી? વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં જ નિયમોનું ઉલ્લંઘન? વ્યવસ્થા વિનાનું આયોજન કેમ? કોર્પોરેશન કચેરી નિયમો તોડે તો ચાલે?.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં કોરોના સંક્રમણ વધવાનો ભય
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં કોરોના સંક્રમણ વધવાનો ભય

સરકાર ચૂંટણીલક્ષી જાહેરાતો કરે છે, પરંતુ, યોજનાની પ્રક્રિયામાં સુવિધાના નામે મીંડુ
લાભાર્થી રમેશભાઇએ જણાવ્યું હતું કે હું રીક્ષા અને લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવું છું. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ધંધા- રોજગારીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકારે ચૂંટણીઓ નજીક આવતા જ આત્મનિર્ભર હેતુ રૂપિયા 10 હજારની લોન આપવાની જાહેરાત કરી છે, તે સરાહનીય છે, પરંતુ આ ફોર્મ મેળવવા માટે મારે સવારે 6 વાગ્યાથી લાઇઈનમાં ઉભુ રહેવું પડ્યું હતું અને બપોરે એક વાગ્યે નંબર આવ્યો હતો. કોરોના મહામારીમાં કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું નથી. જેના કારણે ડર તો લાગે છે, પણ આર્થિક પરિસ્થિતિના કારણે ફોર્મ મેળવવું પણ જરૂરી છે

ગંભીર બેદરકારી બદલ વોર્ડ ઓફિસરે જવાબ આપવાનું ટાળ્યું
પ્રવર્તમાન પરિસ્થિતિમાં જીવલેણ કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર કોરોનાથી બચવા સાવચેતીના ભાગરૂપે તમામ પ્રયાસો કરી રહી છે. તેવામાં વડોદરા શહેરની સરકારી કચેરીઓમાં જ કોરોના ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. આ અંગે વોર્ડ ઓફિસર મગનભાઈ વણઝારાનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. પરંતુ ફોન રિસીવ ન કરીને જવાબ આપવાનું ટાળ્યું હતું.

પાલિકાની વોર્ડ નં-8ની કચેરી બહાર સહાય મેળવવા લાઇનો લાગી રહી છે
પાલિકાની વોર્ડ નં-8ની કચેરી બહાર સહાય મેળવવા લાઇનો લાગી રહી છે

બે દિવસ પહેલા જ કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા
બે દિવસ પહેલા પણ વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી વોર્ડ નં-8ની વહિવટી ઓફિસ ખાતે લોન લેવા માટે આવેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર કોરોનાના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...