તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:હાઇવેની હોટલો દ્વારા એંઠવાડ ફેંકાતાં પ્લેનને બર્ડ હીટનો ભય : ગોલ્ડન ચોકડી તરફની હોટલના વેસ્ટ મેનેજમેન્ટ માટે રજૂઆત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ એન્વાયર્ન્મેન્ટ કમિટીની બેઠક મળી

એરપોર્ટના રવને નજીક હાઇવે પર આવેલી હોટલો દ્વારા ફૂડ વેસ્ટનો આડેધડ નિકાલ કરવામાં આવતો હોઇ તેને ખાવા માટે આવતા પક્ષીઓથી પ્લેન સાથે હિટ થવાનો ભય ઉભો થયો છે. આ અંગે શુક્રવારે મળેલી એરપોર્ટ એન્વાયર્ન્મેન્ટ કમિટીની બેઠકમાં ચર્ચા કરાઇ હતી.

વડોદરા એરપોર્ટ એન્વાયર્ન્મેન્ટ કમિટીની શુક્રવારે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. સામાન્ય રીતે એરપોર્ટ ખાતે મળતી આ બેઠક શુક્રવારે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી આ કમિટી એરપોર્ટની આજુબાજુના બિલ્ડિંગ એન્વાયર્ન્મેન્ટ અને અન્ય કારણોને પગલે પ્લેનના લેન્ડિંગ અને ટેક ઓફ માટે જોખમી પરિબળો ઉપર કામગીરી કરી તેનો ઉકેલ લાવતી હોય છે. કલેક્ટર સાથે મ્યુ. કોર્પોરેશન અને અન્ય સંસ્થા પણ તેમાં સભ્ય હોય છે.

શુક્રવારે મળેલી બેઠકમાં ગોલ્ડન ચોકડીથી હાઈવે તરફની હોટલનું વેસ્ટ મેનેજમેન્ટ યોગ્ય રીતે કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ખુલ્લામાં ફેંકી દેવાયેલા ખાદ્ય પદાર્થોને ખાવા પક્ષીઓ અાવે છે, જેનાથી પ્લેનને બર્ડ હિટનું જોખમ ઊભું થાય છે.જેથી આ અંગે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...