તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:જનમહલમાં સિટી બસ-ST સાથે ઓપરેટ થાય તો દુર્ઘટનાની ભીતિ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
નરેન્દ્ર રાણા, મેનેજર, વિનાયક લોજિસ્ટીક - Divya Bhaskar
નરેન્દ્ર રાણા, મેનેજર, વિનાયક લોજિસ્ટીક
 • સિટી બસના ઓપરેશનની જગ્યા ઓછી હોવાથી મુશ્કેલી
 • સિટી બસ નાની હોય છે અગવડતા નહિ થાય : કોર્પોરેશન

રેલવે સ્ટેશન સામે બનેલો જન મહલનો લોક ઉપયોગ શરૂ થાય તે પહેલા જ વિવાદ થયો છે. જનમહલના ગ્રાઉન્ડ ફ્લોર પર સિટી બસ સ્ટેશન બનાવાયું છે જ્યારે એસટી બસ પણ ત્યાંથી જ બહાર નીકળે તેવી વ્યવસ્થા છે. આ સાથે સિટી બસના સ્ટોપ સ્થળ પર બે ઇન્ટરસિટી બસના સંચાલન માટે જગ્યા ફાળવાઈ છે. જન મહેલની જગ્યા આ ત્રણે રીતના સંચાલન માટે ઓછી હોવાનું અને અકસ્માતની ભીતિ હોવાનો દાવો સિટી બસ ના મેનેજર દ્વારા કરાયો છે.

આ સાથે જનમહલના પ્રોજેક્ટ મેનેજર દ્વારા પણ યુનિવર્સિટી પાસે માંગેલી જગ્યા જો મળી જાય તો મુશ્કેલીનો ઉકેલ આવે તેમ જણાવાયું છે. જનમહલની જગ્યામાં પબ્લિક પાર્કિંગની એન્ટ્રી પણ બસ નીકળે તે સ્થળે રખાઇ હોવાથી જોખમી હોવાનું જણાય છે. સિટી બસ ખોટકાય તો રીપેરીંગ માટે એક્સ્ટ્રા બસ પાર્કિંગ કરવા માટે જગ્યા નથી. આ સાથે સામાન્ય નાગરિકને પણ ખાસુ ચાલીને સિટી બસના પ્લેટફોર્મ સુધી જવું પડશે જે નાગરિકો માટે પણ અગવડ રહેશે.પાલિકાના અિધકારી રાજેશ ચૌહાણે જણાવ્યું હતું કે, સિટી બસ નાની હોય છે સરળતાથી જશે એસટી બસ પણ નીકળી શકે તેટલી પૂરતી જગ્યા છે બધુ બરાબર છે કોઈ મુશ્કેલી નહીં પડે.

એલ આકારનો ભાગ મુશ્કેલી ઊભી કરશે
જન મહેલમાં સિટી બસ સ્ટેન્ડ માટે કેટલી જગ્યા જોઈશે તે પૂછ્યું નથી હજુ ઉપયોગ કરવા એ જગ્યા સોંપી નથી પરંતુ ખુલ્લી મુકાયેલી જગ્યામાં એલ આકારનો જે ભાગ છે ત્યાં ટ્રાફિક જામ, અકસ્માત થઈ શકે છે એન્ટ્રી પાસે લોકો બહાર નીકળે ત્યાંથી જ બસ પસાર થશે જે અગવડ રહેશે. - નરેન્દ્ર રાણા, મેનેજર, વિનાયક લોજિસ્ટીક

ઝાહિદ પટેલ, પ્રોજેક્ટ મેનેજર, જન મહલ
ઝાહિદ પટેલ, પ્રોજેક્ટ મેનેજર, જન મહલ

યુનિવર્સિટીની જગ્યાનો ઉકેલ આવ્યો નથી
જન મહલમાંથી એસ.ટી.બસને બહાર નીકળવા માટે જગ્યા મળે તે માટે યુનિવર્સિટીની 6000 સ્ક્વેર ફીટ જગ્યા નો ઉકેલ આવ્યો નથી. અમે એમને સામે અમારી જગ્યા આપવા તૈયાર છે પરંતુ ત્રણ વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે. - ઝાહિદ પટેલ, પ્રોજેક્ટ મેનેજર, જન મહલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો