તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાની કર્મનિષ્ઠ કોરોના વોરિયર:પિતાના બારમાના દિવસે SSGની નર્સે પતિને કહ્યું, ‘તમે વિધિ પતાવો, હોસ્પિટલમાં મારો બીજો પરિવાર રાહ જુએ છે’

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉષાબેન પરમારની તસવીર - Divya Bhaskar
ઉષાબેન પરમારની તસવીર
  • સાસરી-પિયરમાં કોરોના પ્રસર્યો, એક સપ્તાહમાં પિતા-જીજાજી ગુમાવ્યા છતાં ફરજ પર તૈનાત

કોરોનાની કપરી સ્થિતિમાં પરિવારના એક પછી એક સ્વજનો ગુમાવવા છતાં તબીબો અને મેડિકલ સ્ટાફ તેમની ફરજ બજાવી સાચા અર્થમાં કોરોના વોરિયરના શીર્ષકને સાર્થક કરે છે. શહેરનાં એક મહિલા નર્સ તેઓના 2 સ્વજનોને કોરોનામાં ગુમાવવાની સાથે સાથે પિયર અને સાસરીમાં કોરોના કેસ છે તેવામાં પરિવારની જવાબદારી નિભાવવા સાથે પોતાની કોરોના વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહ્યાં છે. સયાજી હોસ્પિટલનાં મહિલા નર્સે સાચા અર્થમાં કોરોના વોરિયરના તેમને મળેલા બહુમાનને સાર્થક કર્યું છે. ન્યૂ

કોરોના સંક્રમિત થતા સયાજીમાં દાખલ કર્યા હતા
સમા રોડ શાંતિનગર સોસાયટીમાં રહેતાં ઉષાબેન મહેશભાઈ પરમાર 12 વર્ષથી સયાજીમાં નર્સ છે. તેઓ હાલ મ્યુકરમાઇકોસીસના દર્દીઓના વોર્ડમાં ફરજ પર છે. 2 સપ્તાહ પહેલાં તેમના પિયર અને સાસરીમાં કોરોનાએ પ્રવેશ કર્યો હતો. તેમના 74 વર્ષના પિતા બેચરભાઈ મકવાણા સંક્રમિત થયા હતા. ત્યાર પછી 27 એપ્રિલે તેમના સસરા રમણભાઈ મકવાણાની તબિયત બગડતાં સયાજીના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા હતા. દરમિયાન 28 તારીખે પિતાનું અવસાન થયું હતું. ઉષાબેનના ભાઈ પણ કોરોના સંક્રમિત હોઈ ઉષાબેને પિતાની અંતિમવિધિ કરી હતી.

કપરા સમયમાં કુટુંબીજનોને સાચવ્યાં
બીજી તરફ સસરાની પણ દેખરેખ રાખવાનો પડકાર હતો. પિતાના મૃત્યુ બાદ બીજા દિવસે જ તેઓ ડ્યૂટી પર જોડાયાં હતાં. દરમિયાન ત્રીજી તારીખે તેમના કોરોનાગ્રસ્ત જીજાજીનું અવસાન થયું હતું. આ દરમિયાન તેમનાં સાસુ પણ પૉઝિટિવ આવ્યાં અને પુત્ર હોમ ક્વોરન્ટાઈન થયો હતો. ખરા અર્થમાં કોરોના વોરિયર ઉષાબેન પરમારે આવા સમયમાં પણ પોતાને અને પરિવારને સાચવ્યા હતા અને ફરજ પર જોડાવાનું નક્કી કર્યું હતું. તેઓએ પતિ મહેશભાઇને કહ્યું કે, તમે બારમાની વિધિ પતાવજો, પિયર અને સાસરી સિવાય પણ મારો એક પરિવાર હોસ્પિટલમાં મારી રાહ જોઈ રહ્યો છે. આમ કહી તે 10મી તારીખે પરત ફરજ પર જોડાઈ ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...