ચાકુથી હુમલો:વડોદરામાં ઉછીના આપેલા 5 હજાર રૂપિયા પરત માગતા યુવક પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો, હાથના ભાગે ચાકુ માર્યા બાદ ગડદાપાટુનો માર માર્યો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

વડોદરા શહેરમાં ઉછીના આપેલા 5 હજાર રૂપિયાની માગણી કરતા યુવક ઉપર પિતા-પુત્રએ ચાકુ વડે હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અપશબ્દો બોલીને ચાકુ વડે હુમલો કર્યો
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી જમનાબાઇ હોસ્પિટલ નજીક રહેતો મોહમ્મદ અનિશ સિંધી છૂટક મજૂરી કામ કરે છે. તેણે મિત્ર આરીફ ઉર્ફે ભુરીયો મેમણને ઉછીના 5 હજાર રૂપિયા આપ્યા હતા. જે માટે મોહમ્મદ અનિશ અને આરીફ વચ્ચે મોબાઈલ ફોન ઉપર રકઝક થઈ હતી. દરમિયાન ઘર આંગણે બેસેલા આરીફ પાસે નાણાંની માગણી કરતા આરીફ ઉશ્કેરાયો હતો અને અપશબ્દો બોલીને ચાકુ વડે હુમલો કર્યો હતો.

ગડદાપાટુનો માર પણ માર્યો
આ ઝપાઝપી દરમિયાન મોહમ્મદઅનિશને હાથના ભાગે ચાકુ વાગી જતાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ આરીફના પુત્ર શાહનવાઝ મેમણે પણ હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. સ્થાનિકોએ બેભાન મોહમ્મદ અનિશને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
મોહમ્મદ અનિશની ફરિયાદના આધારે વાડી પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...