તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Father Raises Questions In Vadodara Parul University Student Suicide Case, Father Says, Why Leave In Hostel, Judicial Inquiry Should Be Held

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:વડોદરાની પારૂલ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં પિતાએ સવાલ ઉઠાવતા કહ્યું, હોસ્ટેલમાંથી રજા કેમ આપી, ન્યાયિક તપાસ થવી જોઈએ

વડોદરા3 મહિનો પહેલા
હોટલના રૂમમાં કોલેજીયન યુવતીએ આપઘાત કરી લેતા મૃતકના પિતાએ સવાલો ઉભા કર્યા છે. (ફાઈલ તસવીર)
  • ગાર્ડિયનની મંજૂરી વગર હોસ્ટેલમાંથી રજા આપવા અંગે તપાસની માગ

વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહી ફોરેન્સિકમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી સોનમ કુમારીએ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી નામંકિત અદિતી હોટલમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતુ. દીકરીના આપઘાતના સમાચારની જાણ થતા વડોદરા દોડી આવેલા પિતાએ પારૂલ યુનિવર્સિટીની હોસ્ટેલના વહિવટકર્તાઓએ દીકરીને હોસ્ટેલમાંથી રજા કેમ આપી તેવો સવાલ ઉઠાવી દીકરીના આપઘાત અંગે ન્યાયિક તપાસની માગ કરી છે.

ગાર્ડિયનની મંજૂરી કેમ ન લેવાઈ? તપાસની માગ
વડોદરા દોડી આવેલા નિવૃત્ત આર્મી જવાન સોનમકુમારીના પિતા સુનિલકુમારે જણાવ્યું હતું કે, મારા ત્રણ સંતાનોમાં સોનમકુમારીએ હતી. તે અભ્યાસમાં હોંશિયાર હતી. હાલમાં તેની ઓફ લાઇન પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે મારી દીકરીને હોસ્ટેલમાંથી રજા આપવામાં કેમ આવી. દીકરીનું જ્યારે હોસ્ટેલમાં એડમિશન લીધું હતું. ત્યારે હોસ્ટેલમાંથી ગાર્ડિયનની મંજૂરી સિવાય રજા આપવામાં આવી હતી. તો પછી ગતરોજ કોના કહેવાથી રજા આપવામાં આવી હતી તે અંગે તપાસ થવી જરૂરી છે.

મૃતકના પિતાએ કહ્યું કે, હોસ્પિટલમાંથી અમારી મંજૂરી વગર તેને બહાર કેમ જવા દીધી.
મૃતકના પિતાએ કહ્યું કે, હોસ્પિટલમાંથી અમારી મંજૂરી વગર તેને બહાર કેમ જવા દીધી.

માતા સાથે વાત કરી હતી
આપઘાત કરી લેનાર સોનમકુમારીએ બનાવની સવારે 7 વાગે તેની માતા બેબીબહેન સાથે ફોન ઉપર વાત કરી હતી. પોતાની પરીક્ષા સારી જાય તે માટે આશિર્વાદ પણ લીધા હતાં. સોનમકુમારીએ માતાને કહ્યું હતુંકે, પરીક્ષા આપીને આવ્યા બાદ શાંતિથી ફોન કરીશ. જોકે, સોનમકુમારીની માતા સાથેની વાત અંતિમ વાત બની ગઈ હતી તેમ પિતા સુનિલકુમારે ભારે હૈયે જણાવ્યું હતું.

દીકરીના આપઘાત અંગે પિતાએ ન્યાયની માંગ કરી છે.
દીકરીના આપઘાત અંગે પિતાએ ન્યાયની માંગ કરી છે.

હોટલની રૂમમાં આપઘાત કર્યો
સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતી હોટલમાં ગરૂવારે સવારે બિહારના મુઝફરપુર જિલ્લાના કુઢણીતુર્કી થાનાના કિશનપુર મધુવન ગામની 22 વર્ષીય સોનમ કુમારીએ રૂમ બુક કરાવી ચેક ઇન કર્યું હતુ. હોટલના રૂમ નં-202માં ગયા બાદ બપોરના સમયે સોનમને મળવા માટે તેના સગા આવ્યા હતા. જેથી રિસેપ્શન પરથી સોનમના રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. વારંવાર ફોન કરવા છતાં કોઇ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ સોનમના મોબાઇલ પર પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ છતા કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી હોટલના મેનેજર અને લેડિઝ સ્ટાફ રૂમની માસ્ટર કી લઇ પહોંચ્યા હતા.

હોટલમાં ટીવી ચાલુ કરીને આપઘાત કરી લીધા બાદ માસ્ટર કીથી દરવાજો ખોલતા લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
હોટલમાં ટીવી ચાલુ કરીને આપઘાત કરી લીધા બાદ માસ્ટર કીથી દરવાજો ખોલતા લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

માસ્ટર કી વડે દરવાજો ખોલાયો
રૂમ પાસે પહોંચતા ટીવીનો જોર જોરથી અવાજ આવી સંભળાઇ રહ્યો હતો. જેથી રૂમનો દરવાજો માસ્ટર કી વડે ખોલતા સોનમ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. બનાવને પગલે હોટલના સ્ટાફ દ્વારા તાત્કાલીક આ મામલે પોલીસ કંટ્રોલર રૂમને જાણ કરી હતી. જેથી સયાજીગંજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં રૂમમાં તપાસ કરતા 22 વર્ષીય યુવતિએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હોવાનુ જાણવા મળી રહ્યું છે. જે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો