તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:વડોદરાના સાવલીમાં બે સંતાનના પિતાએ લગ્નની લાલચ આપી દોઢ મહિના સુધી 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યુ, પરિવારને મારી નાખવાની ધમકી આપી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીને ઘરેથી ભગાડી જઇને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને તરછોડી દીધી હતી
  • સાવલી પોલીસે યુવતીની ફરિયાદના આધારે અપહરણ, ધમકી અને દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો

બે સંતાનના પિતાએ લગ્નની લાલચ આપી 19 વર્ષીય યુવતીને ભગાડી જઇને દોઢ મહિના સુધી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તરછોડી દેતા મામલો સાવલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હવસ સંતોષવા યુવકે પરિવારને છોડીને લગ્ન કરવાની તૈયારી બતાવી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની 19 વર્ષની અંજલી(નામ બદલ્યું છે)એ નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વાકાનેર ગામમાં રહેતા બે સંતાનના પિતા પૃથ્વી જશુભાઇ મકવાણા સાથે છેલ્લા બે વર્ષથી અંજલી પ્રેમમાં હતા. પૃથ્વીએ પોતાની હવસ સંતોષવા માટે અંજલીને પોતાના પરિવારને છોડીને લગ્ન કરવાની તૈયારી બતાવી હતી.

યુવતીને ઘરેથી ભગાડી જઇને યુવકે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા
ફરિયાદમાં જણાવ્યા મુજબ મે મહિના દરમિયાન મોટી બહેનના લગ્ન હોવાથી પરિવાર સાથે અંજલી ગોઠડા ગામ ગોઠડા ગઇ હતી. જ્યાં પૃથ્વી પણ પહોંચી ગયો હતો અને અંજલીને ફોન કરીને બોલાવી હતી. જ્યાં પૃથ્વીએ અંજલીને લગ્નની ખાતરી આપી દાહોદ ભગાડી ગયો હતો. જ્યાં એક માસ રોકાયો હતો. અને ત્યાં અંજલી સાથે અવારનવાર શારિરીક સુખ માણ્યું હતું. ત્યાર બાદ બંને મંજુસર ખાતે આવ્યા હતા અને ભાડાનું મકાન રાખીને રહેતા હતા અને GIDCમા નોકરી કરીને દંપતી જેવું જીવન જીવતા હતા.

યુવકે યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી
દરમિયાન પૃથ્વીએ અંજલીને જણાવ્યું હતું કે, હું મારા ઘરે જાવ છું, તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે, તેમ કહીને ઘર છોડીને જતો રહ્યો હતો. અગાઉ લગ્નની લાલચે યુવતીને દાહોદ લઈ જતા સમયે પૃથ્વીએ અંજલીના માતા-પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરના કારણે અંજલી પૃથ્વી સાથે ગઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. સાવલી પોલીસે અંજલીની ફરિયાદના આધારે પરિણીત મકવાણા સામે અપહરણ, ધમકી અને બળાત્કારનો ગુનો દાખલ કરીને પૃથ્વીની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...