તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:વાઘોડિયા રોડ પર 4 પુત્રીના પિતાનો ઝેર પીને આપઘાત

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા 4 પુત્રીઓના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાત કરતા ચકચાર મચી હતી.બાપોદ પોલીસે બનાવનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના વાઘોડિયા રોડની સુદર્શનપાર્ક સોસાયટીમાં 60 વર્ષના દિલીપભાઈ સોની રહે છે. તેઓના પરિવારમાં પત્ની અને ચાર પુત્રીઓ છે.

ગત 19મી તારીખે તેઓએ ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેઓને સારવાર માટે વારસિયા રોડની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન સવારે તેઓનું મોત નિપજતા પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી તેઓએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...