તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રકની ટક્કરે સાઇકલ સવાર પિતાનું મોત, પુત્ર ઘાયલ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જામ્બુઆ બસ સ્ટેન્ડ નજીક ટ્રકે ટક્કર મારતાં સાઇકલ સવાર પિતા-પુત્ર રોડ પર પટકાયા હતા. જેમાં પિતાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો.વડોદરા તાલુકાના ચિખોદરા ગામમાં 37 વર્ષના બુધાભાઈ કાંતિભાઈ રાઠોડિયા રહેતા હતા. તેઓ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. તેઓના પરિવારમાં એક પુત્રી અને બે પુત્રો છે. ગુરુવારે બુધાભાઈ 9 વર્ષિય પુત્ર કિશનને સાઇકલ પર બેસાડી જામ્બુઆ વીજ સબ સ્ટેશન ખાતે ગયા હતા. દરમિયાન જામ્બુઆ બસ સ્ટેન્ડ નજીક પુરઝડપે આવેલા ટ્રકે તેઓની સાઇકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બુધાભાઈનું ગંભીર ઇજાઓનાં કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર કિશનને ઇજાઓ પહોંચતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો