સંઘર્ષથી સફળતા સુધી:વડોદરામાં પિતા ચપ્પલ વેચવાની લારી ચલાવે છે, પુત્રએ મેળવ્યા 95.13 PR , માતા-પિતાનું સપનું પુરૂ કરવા CA બનવાની ઇચ્છા

વડોદરા22 દિવસ પહેલા
હર્ષિલના પિતા ચપ્પલ વેચવાની લારી ચલાવે છે,
  • ધો. 10માં આવેલા માત્ર 57 ટકા હર્ષિલની જિંદગી માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો
  • એક સમયે નાસીપાસ થયા બાદ ખૂબ મહનત કરી ધો-12માં સારૂ પરિણામ મેળવ્યું

કહેવાય છે કે, જીવનકાળ દરમિયાન વાગેલી ઠોકર જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. વડોદરા ગોત્રી ગામમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને ચપ્પલ વેચવાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના હર્ષિલ અગ્રવાલ માટે ધોરણ 10માં આવેલા માત્ર 57 ટકા તેની જિંદગી માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો છે. ધોરણ 12 કોમર્સમાં સતત 8 કલાક મહેનત કરીને હર્ષિલે 95.13 પર્સેન્ટાઇલ મેળવીને પોતાનું અને પોતાનું અને માતા-પિતાનું CA બનવાનું સપના સાકાર કરશે.

ધો-10માં ઓછા ટકા આવતા નાસીપાસ થયો
આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગોત્રી વિસ્તારની શ્રી વિદ્યામંદિર વિદ્યાલયમાં અભ્યાસ કરનાર અને ગોત્રી ગામમાં રહેતા હર્ષિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, મારા કાકાના પુત્ર દિપેશ CAનો અભ્યાસ કરી રહ્યો છે. મારે પણ CAનો અભ્યાસ કરવો હતો. ધોરણ 10માં 57 ટકા આવતા હું નાસીપાસ થઇ ગયો હતો. મારા માતા-પિતા પણ દુઃખી થયા હતા. પરંતુ, મારા મોટાભાઈ દિપેશે મને ધોરણ 12માં વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહન આપતા મેં રોજ 8 કલાક અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું હતું અને આજે મને મારી મહેનતનું અપેક્ષા મુજબનું ફળ મળ્યું છે. મને મારા ધારેલા ટકા પ્રમાણે રિઝલ્ટ મળતા હું ખુશ છું. હું આજે ચોક્કસપણે કહી શકું છું કે હું પણ આગળ જતા CA બનીશ અને મારા માતા-પિતાની પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા પૂર્ણ કરીશ.

એક સમયે નાસીપાસ થયા બાદ ખૂબ મહનત કરી ધો-12માં સારૂ પરિણામ મેળવ્યું
એક સમયે નાસીપાસ થયા બાદ ખૂબ મહનત કરી ધો-12માં સારૂ પરિણામ મેળવ્યું

પિતા 3 પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવવા ચપ્પલની લારી ચલાવે છે
ગોત્રીગામમાં એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહેતા હર્ષિલના પિતા સતિષભાઈ અગ્રવાલ વિવિધ વિસ્તારોમાં ફરી ફરીને લારીમાં ચપ્પલ વેચવાનું કામ કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સાથે 3 પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવા માટે મહેનત કરી રહ્યા છે. રોજ સવારે તેઓ ચપ્પલની લારી લઈને નીકળે છે અને વિસ્તારમાં ફરી ફરીને ચપ્પલ વેચવાનો વ્યવસાય કરે છે.

પુત્રના સારા પરિણામથી પિતા ખુશ
આજે પુત્ર હર્ષિલના ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 95.13 P.R. આવતા ગદગદ થઈ ગયેલા પિતા સતિષભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે મારા પુત્રએ CA બનવા માટે જે મહેનત કરી પરિણામ મેળવ્યુ છે. તેનાથી હું બહુ ખુશ છું. ધોરણ 10માં જ્યારે તેના ઓછા ટકા આવ્યા હતા. ત્યારે હું ખૂબ દુઃખી થયો હતો, ત્યારે મેં મારા પુત્રને આશ્વાસન આપ્યું હતું કે, ધોરણ 12માં વધુ મહેનત કરી તારા મોટાભાઈની જેમ તું પણ CA બની શકે છે. આગામી સોમવારે મારા નાના પુત્ર જયદીપનું ધોરણ 10નું પરિણામ છે અને તે પણ સારા ટકાએ પાસ થશે એવી મને સંપૂર્ણ આશા છે. મારી ઇચ્છા એવી છે કે, મારા ત્રણેય પુત્રો CA બને એથી વધારે મારૂં સંયુક્ત પરિવાર CA તરીકે ઓળખાય તેવી મારી ઈચ્છા છે અને મારું સપનું પણ છે.

એક સમયે નાસીપાસ થયા બાદ ખૂબ મહનત કરી ધો-12માં સારૂ પરિણામ મેળવ્યું
એક સમયે નાસીપાસ થયા બાદ ખૂબ મહનત કરી ધો-12માં સારૂ પરિણામ મેળવ્યું

માતા કહે છે કે, પુત્ર CA બનીને અમારી ઈચ્છા પૂરી કરશે
આજે હર્ષિલ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 95.13 પર્સેન્ટાઇલ મેળવતા ખુશખુશાલ થઈ ગયેલા માતા શીતલબેને જણાવ્યું હતું કે, આજે મારી જિંદગીની ખુશીનો શ્રેષ્ઠ દિવસ છે. મને મા તરીકે મારા પુત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે CA બનીને અમારી અને અમારા પરિવારની ઈચ્છા પૂરી કરશે. મારા બે નાના પુત્રો જયદીપ અને આયુષ પણ CA બનીને અમારી અને અમારા પરિવારની ઈચ્છા પૂરી કરશે, એવી મને એક માતા તરીકે સંપૂર્ણ ખાતરી છે.

પરિવાર એક રૂમ રસોડાના મકાનમાં રહે છે
પરિવાર એક રૂમ રસોડાના મકાનમાં રહે છે
અન્ય સમાચારો પણ છે...