સંઘર્ષમય કહાની:વડોદરામાં પિતા ચાની લારી ચલાવે છે, માતા શિવણ કામ કરે છે, પુત્રીએ 87.77 PR મેળવ્યા, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનવાની ઇચ્છા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇક્સીતા રાણાએ ધોરણ 10માં 87.77 પર્સન્ટાઇલ મેળવ્યા - Divya Bhaskar
ઇક્સીતા રાણાએ ધોરણ 10માં 87.77 પર્સન્ટાઇલ મેળવ્યા
  • દીકરીની સફળતાથી માતા-પિતા ખુશ, કહ્યું: 'તેનું ઉચ્ચ અભ્યાસનું સપનું સાકાર કરીશું'

વડોદરાના નવીધરતી ગોલવાડ નવા સ્લમ ક્વાટર્સમાં રહીને ચાની લારી ચલાવતા પિતા અને શિવણ કામ કરતી માતાની પુત્રી ઇક્સીતા રાણાએ ધોરણ 10માં 87.77 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ઇક્સીતાની ઇચ્છા ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનવાની છે.

હું રોજ 7 કલાક અભ્યાસ કરતી હતી
ગરીબ પરિવારમાંથી આવેલી ઇકસીતાએ ઘણી મોટી સફળતા હાંસલ કરી છે. ઇકસીતા ભુતડીઝાપા જીવન સાધના સ્કૂલની વિદ્યાર્થિની છે. ઇક્સીતાએ જણાવ્યું હતું કે, મારે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનવું છે, જેથી હું તેને ધ્યાનમાં રાખીને જ રોજ 7 કલાક અભ્યાસ કરતી હતી. પિતા ચાની લારી ચલાવે છે અને માતા ટેલરીગનું કામ કરે છે. મારા માટે ખાનગી ટ્યૂશન કરવું મુશ્કેલ હતું. માતા પિતા તો મને ટ્યૂશન મુકવા તૈયાર હતા. પરંતુ, હું ટ્યૂશન કરવા માગતી ન હતી. મને મારા ઉપર પૂરો વિશ્વાસ હતો. હું સારા ટકા લાવીશ. મને મારા ધારેલા ટકા મળ્યા છે. હું મારું અને મારા પરિવારનું ઇલેક્ટ્રોનિક એન્જિનિયરનું સપનું સાકાર કરીશ.

પિતા ચાની લારી ચલાવે છે
પિતા ચાની લારી ચલાવે છે

દીકરીનું ઉચ્ચ અભ્યાસનું સપનું સાકાર કરીશું
પિતા ભાવેશ રાણાએ જણાવ્યું હતું કે, મારી પુત્રી જે રીતે મહેનત કરતી હતી તે જોતા એવું નિશ્ચિત થઈ ગયું હતું કે, એનો ફર્સ્ટ ક્લાસ આવશે અને 85થી વધુ પર્સેન્ટાઇલ પરિણામ મેળવશે. આજે તેની મહેનત રંગ લાવી છે અને તેને મળેલી સફળતાથી હું અને મારો પરિવાર ખૂબ ખૂશ છે. મારી દીકરીને જ્યાં સુધી અભ્યાસ કરવો હશે, ત્યાં સુધી અમે પતિ પત્ની મહેનત કરતાં રહીશું અને દીકરીનું ઉચ્ચ અભ્યાસનું સપનું સાકાર કરીશું.

આજે મને ખૂબ જ ખુશી થઇ રહી છે
માતા નિરાલીબેને જણાવ્યું હતું કે, આજે મને ખૂબ જ ખુશી થઇ રહી છે. કોઇ પણ પરિસ્થિતિમાં હું તેને આગળ ભણાવીશ અને તમામ રીતે સપોર્ટ કરીશ. અમે બંને ખૂબ જ સંઘર્ષ કર્યો છે. પણ અમારી દીકરીને આવો સંઘર્ષ નહીં કરવા દઇએ. તેને ઉચ્ચ શિક્ષણ અપાવીને જીવનમાં આગળ વધારીશું.

અન્ય સમાચારો પણ છે...