કાર્યવાહી:ફાસ્ટેગ: 2 દિવસમાં 150 વાહનો પાસેથી રૂા. 30,000 દંડ વસૂલાયો

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં લોકડાઉનમાંથી મળેલી રાહતમાં બહાર નીકળી રહેલા લોકોને ટોલ બૂથ ઉપર ફાસ્ટેગના નિયમનો કડકાઇથી પાલન થતાં બેવડો માર સહન કરવાનો વખત આવ્યો છે. ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થયું હોય કે ડેમેજ થયું હોય કે પછી બેલેન્સ ન હોય તેવાં વાહનો ફાસ્ટેગની લાઈનમાં જતાં રહેતાં ડબલ પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા ટોલનાકા પરથી પસાર થતાં વાહનો માટે ફાસ્ટેગના નિયમોનું કડક પાલન શરૂ કરાયું છે. જો ચાલક પાસે યોગ્ય ફાસ્ટેગ ન હોય તો તેમણે કેશની લાઈનમાંથી જવાનું હોય છે, જો લાઈનમાં પ્રવેશ્યા બાદ ફાસ્ટેગ નહીં ચાલે તો દંડ સાથે ડબલ પૈસા ભરવા પડશે. 

અન્ય સમાચારો પણ છે...