તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Farmers Of Vadodara District Started Cultivating Desi Roses Along With Kashmiri, The Demand Increased In Ahmedabad, Mumbai And Rajasthan As Desi Roses Are Very Fragrant

પ્રવાહ પલટાયો:વડોદરા જિલ્લાના ખેડૂતોએ કાશ્મીરીની સાથે દેશી ગુલાબની ખેતી શરૂ કરી, દેશી ગુલાબ ખૂબ સુગંધિત હોવાથી અમદાવાદ, મુંબઈ અને રાજસ્થાનમાં માગ વધી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રગતિશીલ ખેડૂત કહે છે કે, ફૂલોની ખેતીમાં પ્રવાહ પલટાયો હોય એવું લાગે છે અને ટકાઉ પણા સામે સુગંધ જીતી રહી છે

હવે ફૂલ બજારોમાં ખુશ્બુવાલી પત્તી ધરાવતા ફૂલોની માગ વધી છે એટલે દેશી ગુલાબની નવેસરથી માગ ઊભી થઈ છે અને ખેડૂતો ફરીથી ખેતરોમાં કાશ્મીરીની સાથે દેશી ગુલાબને સ્થાન આપી રહ્યાં હોવાનો સંકેત મળે છે. વિશાલભાઇ વંશ વારસાથી ફૂલોની ખેતી સાથે જોડાયેલા છે. તેઓ કહે છે કે, વડોદરા જિલ્લાના ફૂલના ખેડૂતો અગાઉ કાશ્મીરી ગુલાબની ખેતીથી એટલા આકર્ષાયા હતા કે, દેશી ગુલાબ ઉખેડીને ખેતરોમાં કાશ્મીરી ગુલાબનું વાવેતર કર્યું હતું. કાશ્મીરી ગુલાબ દેશીની સરખામણીમાં વધુ ટકાઉ અને હાર બનાવવા માટે વધુ સારા, વજનમાં હલકા હોય છે. ખુદ વિશાલભાઈએ 5 વીઘા જમીનમાં કાશ્મીરીને બદલે દેશી ગુલાબ ઉગાડ્યાં છે.

મુંબઈ, રાજસ્થાનમાં દેશી ગુલાબ સાંજે ચૂંટીને રાત્રે હવાઈ માર્ગે મોકલવામાં આવે છે
અગાઉ અર્ધ ખીલેલા દેશી ગુલાબ લગભગ અર્ધી રાત પછી ચૂંટીને વહેલી સવારે બજારોમાં મોકલવા પડતા કારણ કે, એની ટકાઉતા ઓછી છે. હવે એમાં પણ પ્રવાહ પલટાયો છે. હવે સ્થાનિક બજારોમાં મોકલવા માટે વહેલી સવારે વીણી કરવામાં આવે છે. જ્યારે અમદાવાદ, મુંબઈ, રાજસ્થાન સહિતના દૂરના બજારોમાં મોકલવા માટે દેશી ગુલાબ સાંજે ચૂંટીને રાત્રે હવાઈ માર્ગે કે અન્ય રીતે મોકલવામાં આવે છે એટલે ત્યાંની બજારોમાં સવારે વડોદરાના દેશી ગુલાબ તાજેતાજા મળે છે.

પ્રગતિશીલ ખેડૂત કહે છે કે, ફૂલોની ખેતીમાં પ્રવાહ પલટાયો હોય એવું લાગે છે અને ટકાઉ પણા સામે સુગંધ જીતી રહી છે
પ્રગતિશીલ ખેડૂત કહે છે કે, ફૂલોની ખેતીમાં પ્રવાહ પલટાયો હોય એવું લાગે છે અને ટકાઉ પણા સામે સુગંધ જીતી રહી છે

કાશ્મીરીની સરખામણીમાં દેશી ગુલાબ સુગંધનો ભંડાર છે
દેશી અને કાશ્મીરી એ બંને આમ તો સ્વદેશી પ્રજાતિઓના ગુલાબ છે, પરંતુ, કાશ્મીરીની સરખામણીમાં દેશી ગુલાબ જાણે કે, સુગંધનો ભંડાર છે. એટલે દેવ પૂજા, ધાર્મિક ઉત્સવો, દરગાહમાં ચડાવવાની ફૂલોની ચાદર, મરણ પ્રસંગોએ શ્રદ્ધાંજલિ ઈત્યાદિમાં સુગંધિત દેશી ગુલાબની ખૂબ નામના છે અને એટલે એની માગ વધી છે અને બજારમાં એની તંગી વર્તાય એવી સ્થિતિ છે તેવું વિશાલભાઈનું કહેવું છે.

વડોદરાના પારસ છેક હૈદરાબાદ, ચેન્નાઇ અને બેંગલુરુની બજારો સુધી જાય છે
તેમના જણાવ્યા પ્રમાણે વડોદરા અને પાદરા તાલુકાના દરાપુરા, સોખડા, પાટોડ જેવા ગામોમાં ફૂલ કૃષિકારોએ પોતાની વાડીઓમાં ફરીથી દેશી ગુલાબનું આંશિક વાવેતર કર્યું છે. કરજણ તાલુકામાં પણ દેશી ગુલાબની ખેતી વધે એવા અણસાર છે. પારસના સફેદ સુગંધિત ફૂલોની પણ ફૂલ બજારમાં સારી માગ છે. બિલ ગામમાં પુષ્પ કૃષિકારોએ લગભગ 100 વીઘામા પારસ ઉછેર્યા છે. વિશાલભાઈના જણાવ્યા પ્રમાણે વડોદરાના પારસ છેક હૈદરાબાદ, ચેન્નાઇ અને બેંગલુરુની બજારો સુધી જાય છે. દૂરના બજારોમાં કોરુગેટેડ બોક્સમાં બરફ વચ્ચે પેક કરીને ફૂલો મોકલવામાં આવે છે જેથી એની તાજગી જળવાય છે.

વડોદરા અને પાદરા તાલુકાના દરાપુરા, સોખડા, પાટોડ જેવા ગામોમાં ફૂલ કૃષિકારોએ પોતાની વાડીઓમાં ફરીથી દેશી ગુલાબનું આંશિક વાવેતર કર્યું
વડોદરા અને પાદરા તાલુકાના દરાપુરા, સોખડા, પાટોડ જેવા ગામોમાં ફૂલ કૃષિકારોએ પોતાની વાડીઓમાં ફરીથી દેશી ગુલાબનું આંશિક વાવેતર કર્યું

ખેડૂતોને હેકટર દીઠ વાવેતર સહાય આપવામાં આવે છે
રાજ્ય સરકારનો બાગાયત વિભાગ ફ્લોરીકલ્ચર એટલે કે ફૂલોની ખેતી ને પ્રોત્સાહિત કરે છે. વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈ જણાવે છે કે, મુખ્યત્વે ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે નાના અને સીમાંત ખેડૂતોને તેમજ મોટા ખેડૂતોને નિર્ધારિત માપદંડો પ્રમાણે હેકટર દીઠ વાવેતર સહાય આપવામાં આવે છે. વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે.

વડોદરા, કરજણ અને પાદરા જેવા તાલુકાઓમાં ફૂલોની ખેતીની પરંપરા રહી છે
રંગ, સુગંધ અને આકારની વિવિધતા ધરાવતા ફૂલોની વાત મઝાની હોય છે. ફૂલોની ખેતી આકર્ષક સંભાવનાઓ વાળી છે. એટલે રાજ્ય સરકાર યોજનાઓ દ્વારા એને પ્રોત્સાહિત કરે છે. વડોદરા જિલ્લાના વડોદરા, કરજણ અને પાદરા જેવા તાલુકાઓમાં ફૂલોની ખેતીની પરંપરા રહી છે. વિશાલભાઇ જેવા ખેડૂતો આ ખેતીના બજાર પ્રવાહોથી વાકેફ છે. જોકે, પ્રત્યેક ખેડૂત પોતાની જાતે ફૂલ બજારના પ્રવાહોનું વિશ્વલેષણ કરી ખેતીમાં બદલાવનો ઉચિત નિર્ણય લે તે હિતાવહ ગણાય.

અન્ય સમાચારો પણ છે...