તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં આક્રોશ:બોડેલીના કોસિન્દ્રામાં કપાસ ખરીદી ન થતાં ખેડૂતોનું CCIના અધિકારીઓ સાથે ઘર્ષણ, રોડ પર કપાસની હોળી કરીને ખેડૂતોનો વિરોધ

વડોદરા4 મહિનો પહેલા
ખેડૂતોએ કપાસ સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો - Divya Bhaskar
ખેડૂતોએ કપાસ સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો
  • કપાસની ખરીદી કરવામાં ન આવતા ખેડૂતોએ CCI અને ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચારો કર્યાં

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં CCI દ્વારા કપાસની ખરીદી ન થતાં વિરોધનો વંટોળ ઉભો થયો છે અને ખેડૂતો રોષે ભરાયા છે. બોડેલી તાલુકાના કોસિન્દ્રામાં આવેલી લક્ષ્મી જીનમાં કપાસની ખરીદી માટે CCIના અધિકારીઓ ન આવતા ખેડૂતોએ કપાસ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલા સવારે CCIના અધિકારીઓ સાથે ખેડૂતોનું ઘર્ષણ પણ થયું હતું.

ખેડૂતોએ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામમાં આવેલી લક્ષ્મી જીનમાં સવારથી જ ખેડૂતોએ કપાસ વેચવા માટે લાઈનો લગાવી હતી. જોકે, કપાસની ખરીદી શરૂ ન કરવામાં આવતા CCI વિરૂદ્ધ ખેડૂતોએ સૂત્રોચ્ચારો કર્યાં હતા અને હાય રે ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા. આ સમયે CCIના અધિકારીઓ સાથે કપાસ વેચવા આવેલા ખેડૂતોનું ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ CCIના આધિકારી જીનમાંથી નીકળી ગયા હતા.

ખેડૂતોનું CCIના અધિકારીઓ સાથે ઘર્ષણ
ખેડૂતોનું CCIના અધિકારીઓ સાથે ઘર્ષણ

રોષે ભરાયેલા ખેડૂતોએ કપાસ સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો
ત્યાર બાદ કપાસ ખરીદી માટે CCIના અધિકારીઓ નહીં આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ રસ્તા ઉપર કપાસ સળગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચારો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

રોષે ભરાયેલા ખેડૂતોએ કપાસ સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો
રોષે ભરાયેલા ખેડૂતોએ કપાસ સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો

નસવાડીમાં CCI સેન્ટરની બહાર વાહનોની એક કિ.મી. લાંબી લાઈનો લાગી
આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં કપાસ ખરીદી કરનારા અધિકારીઓ સમયસર ન આવતા CCI સેન્ટરની બહાર ટ્રેક્ટરો સહિતના વાહનોની એક કિ.મી. લાંબી લાઈનો લાગી ગઈ હતી. CCIના કપાસ ખરીદ સેન્ટર ખાતે આજે સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટી પડ્યા હતા. CCI સેન્ટર સવારે 10 વાગ્યા બાદ પણ રૂ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેથી નસવાડી પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને પોલીસે જાતે ખેડૂતોના કપાસ ભરેલા વાહનો CCI સેન્ટરની અંદર લેવડાવ્યા હતા. કપાસ ખરીદ કરનારા અધિકારીઓ જ સમયસર આવ્યા ન હોવાથી ખેડૂતોને કપાસના વાહનો લઈને બેસી રહેવાનો વારો આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો