દીવાળીની રાત્રે આગના 10 બનાવો:વડોદરામાં ફરાસખાના, પ્લાયવુડ અને ફર્નિચરના ગોડાઉનો આગમાં ખાખ, વુડાના મકાનમાં આગ, કોઇ જાનહાની નહીં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળીની રાત્રે ફર્નિચર, પ્લાયવુડ અને ફરાસખાનાના ગોડાઉનોમાં ભીષણ આગ લાગી. - Divya Bhaskar
દિવાળીની રાત્રે ફર્નિચર, પ્લાયવુડ અને ફરાસખાનાના ગોડાઉનોમાં ભીષણ આગ લાગી.
  • 24 કલાક કાર્યરત ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો

દિવાળીની રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા આગના બનાવો બન્યા હતા. દેશી હવાઇઓ તેમજ આકાશમાં જઇ ફૂટતા ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ બની હતી. જોકે, આગના બનાવોની જાણ ફાયર બ્રિગેડને થતાં જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાઓમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, મોટા પાયે નુકશાન થયું છે. ગોત્રીમાં પાણીની ટાંકી પાસે આવેલા ફરાસખાના, પ્લાયવુડ અને દંતેશ્વર ગામમાં ફર્નિચરના ગોડાઉનો આગમાં ખાખ થઇ ગયા હતા. ઉપરાંત શહેરમાં નાના-મોટા 10 જેટલા આગના બનાવો નોંધાયા હતા.

વિસ્તારના લોકોમાં ગભરાટ
ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે દિવાળીની રાત્રે લોકોએ ભારે આતશબાજી કરી હતી. આતશબાજીમાં લોકોએ આકાશી ફટાકડા પણ ફોડ્યા હતા. જેમાં દેશી હવાઇઓ પણ લોકોએ ફોડી હતી. દેશી હવાઇઓના કારણે ગોત્રી વિસ્તારમાં આવેલ ફરાસખાના, પ્લાયવુડ અને દંતેશ્વર ગામમાં ફર્નિચરના ગોડાઉનોમાં પડતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફરાસખાના પ્લાયવુડ અને ફર્નિચરના ગોડાઉનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ફાટી નીકળતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. ફરાસખાનાના ગોડાઉનના માલિક હરીશભાઇ અને પ્લાયવુડના ગોડાઉનના માલિક દિનેશભાઇ સુથાર છે. જ્યારે ફર્નિચરના ગોડાઉનના માલિક બાલકૃષ્ણ ઠાકોર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફર્નિચરનું ગોડાઉન રહેણાંક વિસ્તારમાં હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

આગ ઉપર કાબુ મેળવવા લાશ્કરો દ્વારા પાણી મારો ચલાવાયો
આગ ઉપર કાબુ મેળવવા લાશ્કરો દ્વારા પાણી મારો ચલાવાયો

10 પાણીના બંબાઓ કામે લાગ્યા
દરમિયાન આગ વધુ પ્રસરે તે પહેલાં બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ ઉપર પાણીમારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગ બુઝાવવા માટે 10 પાણીના બંબાઓ કામે લાગ્યા હતા. આગના આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ત્રણે ગોડાઉનો આગમાં ખાખ થઇ ગયા હતા. આ આગ અંદાજે એક કલાકની જહેમત બાદ કાબુમાં આવી હતી. ત્રણ ગોડાઉનોમાં લાગેલી ભીષણ આગે વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો હતો.

લાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
લાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

આગથી વીજ પુરવઠો ખોરવાયો
આ ઉપરાંત શહેરના ચકલી સર્કલ પાસે વુડાના મકાનમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો પહોંચી ગયા હતા. અને આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં પણ કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, આગના આ બનાવને પગલે વુડાના મકાનોમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. વુડાના મકાનમાં લાગેલી આગના બનાવને પગલે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

ભીષણ આગમાં ગોડાઉનો સ્થિત સામાન ખાખ થઇ ગયો
ભીષણ આગમાં ગોડાઉનો સ્થિત સામાન ખાખ થઇ ગયો

ફાયર બ્રિગેડ એલર્ટ
દિવાળીની રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં નાના-મોટા આગના બનાવો બન્યા હતા. સદભાગ્યે આગના બનાવોમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, લોકોને મોટાપાયે નુકશાન થયું છે. આકાશમાં ફૂટતા ફટાકડાઓને કારણે આગની ઘટનાઓ બનતી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. નોંધનીય છે કે, ફાયર બ્રિગેડ દ્વારા તહેવારોમાં પણ અવિરત સેવા આપી રહ્યું છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ તહેવારો

અન્ય સમાચારો પણ છે...